કારેલા અને કાચા કેળા નું શાક જૈન (Bitter Gourd Banana Sabji Jain Recipe In Gujarati)

#Fam
#EB
#week6
#CookpadIndia
#COOKPADGUJRATI
#weekendchef
આ મારી પોતાની પદ્ધતિ છે અને જો તમે આ જ પ્રમાણે કારેલાનુ શાક બનાવશો તો ચોક્કસથી તમારા બાળકને પણ ભાવશે. હું આ રીતે શાક બનાવું, જેથી બાળકોને તે કડવું નથી લાગતું પરંતુ સ્વાદિષ્ટ લાગે છે.આ માટે હું તમારી સાથે એક અગત્ય ની સૂચના પણ શેર કરવા જઈ રહી છું.
કારેલા અને કાચા કેળા નું શાક જૈન (Bitter Gourd Banana Sabji Jain Recipe In Gujarati)
#Fam
#EB
#week6
#CookpadIndia
#COOKPADGUJRATI
#weekendchef
આ મારી પોતાની પદ્ધતિ છે અને જો તમે આ જ પ્રમાણે કારેલાનુ શાક બનાવશો તો ચોક્કસથી તમારા બાળકને પણ ભાવશે. હું આ રીતે શાક બનાવું, જેથી બાળકોને તે કડવું નથી લાગતું પરંતુ સ્વાદિષ્ટ લાગે છે.આ માટે હું તમારી સાથે એક અગત્ય ની સૂચના પણ શેર કરવા જઈ રહી છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કારેલાની છાલ કાઢી તેની ઉપર ચિપ્સ સમારીને છાશમાં થોડું મીઠું નાખીને ૩ થી ૪ કલાક માટે પલાળી રાખો પછી ત્રણ-ચાર વખત એને ધોઈને તેનાથી બરાબર છાશ અને મીઠું નીકળી જાય પછી તેને કુકર માં 2 વ્હીસલ થી બાફી લો. અને તે બફાઈ જાય પછી પણ ફરી એક વખત તેને પાણીથી ધોઇ લેવા. કાચા કેળા ની છાલ ઉતારી તેની પણ આ જ રીતે ઉપયોગી ચિપ્સ સમારીને લો.(કારેલાને આ રીતે છાશ અને મીઠાં માં પલાળી રાખી પછી બાફવાથી તેની વધારાની કડવાશ નીકળી જશે)
- 2
એક કડાઇમાં તેલનો વઘાર મૂકી તેમાં જીરું ઉમેરો. જીરું તતડે એટલે તેમાં ઝીણા સમારેલા મીઠો લીમડો અને હીંગ ઉમેરો પછી તેમાં સમારેલા કાચા કેળાની ચિપ્સ ઉમેરી બરાબર હલાવી લો. અને ઢાંકીને ૫ થી ૭ મિનિટ માટે ચઢવા દો વચ્ચે તેને હલાવી લેવું. કાચા કેળાની ચિપ્સ ચડી જવા આવૈ એટલે તેમાં બધા જ કોરા મસાલા અને બાફેલા કારેલા ઉમેરી બરાબર મિક્સ કરીને ફરી ત્રણથી ચાર મિનિટ માટે ચઢવા દો.
- 3
હવે તેમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી એ ઓગળે ત્યાં સુધી રહેવા દો. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ અને ઝીણી સમારેલી કોથમીર ભભરાવવી બરાબર મિક્સ કરી લો.
- 4
તો તૈયાર છે કારેલા અને કાચા કેળાની ચિપ્સ નું મસાલેદાર શાક જે નાના-મોટા દરેક ને પસંદ પડે તેવું છે હવે તેને સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટીડોળા અને કાચા કેળા ની ચીપ્સ નું જૈન શાક (Tindora Raw Banana Chips Jain Sabji Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek1Post 1 પહેલાં નાં સમય માં જમણવાર માં તિંડોરા નું શાક મોટાભાગે જોવા મળતું હતું. અહીં મેં ટિંડોરા સાથે કાચા કેળા નો ઉપયોગ કરી ને શાક બનાવ્યું છે. આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
કાચા કેળાની ચિપ્સ નું શાક (Raw Banana chips sabji)(Jain)
#TT1#kachakelashak#drysabji#jain#banana#kachakela#CookpadIndia#COOKPADGUJRATI કાચા કેળા માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે કાચા કેળામાં કેલ્શ્યમ અને ફાઈબર સારા પ્રમાણમાં રહેલું હોય છે મારા ઘરે કાચા કેળા માંથી ઘણા બધા પ્રકારના શાક બનાવવામાં આવે છે અહીં ને કાચા કેળાની ચિપ્સ નું શાક બનાવ્યું છે જે મુસાફરીમાં જોડે લઈ જવામાં ટિફિનમાં બોક્સ માં લઈ જવા માટે સારું પડે છે આ શાક મારા બંને બાળકો નું ફેવરિટ છે. Shweta Shah -
કાચા કેળા અને કારેલા નું શાક (Kacha Kela Karela Shak Recipe In Gujarati)
#TT1 કૂકપેડ માં થી થીમ આપવામાં આવી છે કાચાં કેળાં નું શાક...કાચા કેળા ની સૂકી ભાજી, ભરેલા કાચા કેળા,કાચા કેળા નું રસાદાર શાક,કાચા કેળા ના કોફતાં...વગેરે ઘણાં થઈ શકે પણ આજે કાચા કેળા અને કારેલા નું શાક મેં બનાવ્યું છે...તો હું અહીં મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને ગમશે.સ્વાદ માં બહું જ સરસ લાગે છે.દાળ-ભાત સાથે, રોટલી, પરાઠા સાથે બહું જ મસ્ત લાગે છે. Krishna Dholakia -
કાચા કેળા નું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
#EB#TT1 આ કાચા કેળા નું શાક ઉપવાસ માં અને એમ રેગ્યુલર ભોજન માં આરોગી શકાય છે.□આ શાક આફ્રિકા માં 'મટૂકી' ના નામે ઓળખાય છે. Krishna Dholakia -
દહીં ભીંડી જૈન (Dahi Bhindi Jain Recipe in Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek1Post 3 ભીંડાનું શાક નાના-મોટા દરેક ને પસંદ છે અને તે જુદી જુદી રીતે બનાવી શકાય છે ભીંડા ભરીને દહીં સાથે તૈયાર કરવાથી શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તેની સાથે રોટી કે પરાઠા, ભાત સાથે સર્વ કરી શકાય છે. મારા બાળકો ને આ શાક બહું પસંદ છે. Shweta Shah -
કાચા કેળા નું શાક (Raw Banana Shak Recipe In Gujarati)
#PR અત્યારે જૈન લોકો ના પર્યુષણ પર્વ ચાલે છે.તો મે આજે આ કાચા કેળા નું શાક બનાવ્યું છે. હું જૈન નથી પણ આ શાક મને બહુ જ ભાવે છે.હું ઘણી વાર બનાવું છું. ટેસ્ટ મા બહુ સરસ લાગે છે.તમે બધા પણ ટ્રાય કરજો. Vaishali Vora -
કાચા કેળાનુ શાક (Raw Banana Sabji Recipe In Gujarati)
આ એક ફરાળિ શાક છે જે તમે.રાજગરાના થેપલા સાથે પણ લઈ શકો છો #GA4#Week2 Rita Solanki -
-
કારેલા નું ગ્રેવી વાળું શાક (Karela Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#Week6આ શાક ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. કારેલા ને તળી ને લીધા છે અને ગ્રેવી પણ કરી છે તેથી શાક બિલકુલ કડવું લાગતું નથી.તમે બધા પણ આ રીતે ટ્રાય કરજો તો ચાલો...... Arpita Shah -
-
-
કારેલા, કાજુ અને શીંગ દાણા નું શાક
#માઇલંચ આ શાક ખુબજ ટેસ્ટી લાગે છે અને કડવું પણ નથી લાગતું. આને મોટેભાગે બપોરના જમવાના માં પીરસાય છે. અને આ શાક બે દિવસ સુધી બગડતું પણ નથી. Manisha Desai -
ભરેલા કારેલા નુ શાક (stuffed bitter gourd recipe in Gujarati) (Jain)
#SRJ#ભરેલાંકારેલા#શાક#CookpadGujrati#CookpadIndia Shweta Shah -
ફરાળી કાચા કેળા નું શાક
#શ્રાવણઆજે જન્માષ્ટમી પર મેં મેંગો ડિલાઈટ ની સાથે પુરી અને ફરાળી કેળા નું શાક બનાવ્યું છે. બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
કારેલા ની સબ્જી(Karela Ni Sabji Recipe In Gujarati)
#ફટાફટવરસાદની સિઝનમાં કારેલા ઘણા ગુણકારી છે પણ બાળકોને ભાવતું નથી તેના કડવા સ્વાદના લીધે તો કાચા કેળાની સાથે તેની કડવાશ કાઢીને સરસ સબ્જી બનાવી છે. જે બાળકો ને પણ ભાવશે. સ્વાસ્થ્ય માટે ઘણી સારી છે. Sushma Shah -
ભરેલા કારેલાનું શાક(Stuff Karela Sabji Recipe In Gujarati)
#EBWeek 6ભરેલા કારેલાનું શાક Mital Bhavsar -
કાજુ કરેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
રસ સાથે આ શાક સરસ લાગે છે. કારેલા માં કાજુ અને સેવ નાંખી હોવાથી કડવું પણ બહુ લાગતું નથી તેથી બાળકો ને પણ ભાવે છે. Arpita Shah -
સુરણ અને કાચા કેળા નું શાક
#RB2#Cookpadindia#Cookpadgujaratiઆજે એકાદશી નો ઉપવાસ ઘર માં બધા એ કરેયો તો મને થયું કે કશુંક નવું બનવું આજે સુરણ અને કાચા કેળા નું શાક બનાવ્યું બધા ને બહુ જ પસંદ આવિયું ટેસ્ટી અને હેલધી hetal shah -
ટીંડોળા નું શાક (Tindola Shak Recipe In Gujarati)
#EB ટીંડોળા ના શાક નુ નામ પડતાજ યંગ જનરેશન નું મોઢું ચડી જાય છે નાકનું ટેરવું ચડાવી કહી દે છે અને ખાવાની ના પાડી ને ઉભા રહી જાય છે એટલે આ શાક તેમની ભાવે અને ફરીથી માંગે એવી રીતે બનાવવાની કોશિશ કરી છે આશા રાખું છું કે આશા યંગ જનરેશનની ખૂબ જ ભાવશે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
જૈન કાચા કેળાનું સૂકું શાક (Jain Raw Banana Dry Sabji Recipe in Gujarati)
#PR#TT1#જૈન_રેસિપી#પર્યુષણ_સ્પેશિયલ_રેસિપી#Cookpadgujarati પર્યુષણ પર્વ દરમિયાન જૈન લોકો લીલોતરી અને કંદમૂળનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે. તો આજે મેં આ પર્વ દરમિયાન લીલોતરી અને કંદમૂળ વગર કાચા કેળા નું સૂકું શાક બનાવ્યું છે. આ શાક બનાવવું સરળ પણ છે અને સાથે તે સ્વાદિષ્ટ પણ તેટલું જ બને છે. તેથી મેં આજે કાચા કેળા માંથી સરસ મજાની સ્વાદિષ્ટ એવી એક સબ્જી બનાવી છે જેને રોટલી, પરાઠા, થેપલા સાથે ખાઈ શકાય છે. Daxa Parmar -
-
જૈન રો બનાના રોસ્ટી (Jain Raw Banana Rosti Recipe In Gujarati)
સ્વિસ ડિશ જૈન હોઇ શકે??નવાઈ લાગી ને! અહીં એક જૈન સ્વિસ ડીશ બનાવવા નો પ્રયત્ન કર્યો છે.જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. . . . ક્રિસ્પી શેકેલા મગફળીનો સ્વાદ છે, અને તેમાં જીરું, મરી અને લીલા મરચાંનો મસાલા છે.આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો.#GA4#Week2 Nidhi Sanghvi -
કાચા કેળા અને કેપ્સીકમ નું શાક (Raw Banana Capsicum Shak Recipe In Gujarati)
#શ્રાવણશ્રાવણ માસ માં કેળા નો પાક ખૂબ સારો હોય છે. કાચા અને પાકા બંને પ્રકાર ના કેળા ખૂબ જ મળે છે. શ્રાવણ માસમાં ઉપવાસ અને ભક્તિ નો મહિમા છે પ્રસાદ તથા ઉપવાસમાં કેળા બહુ જ ઉપયોગી થાય છે. કેળા સૌથી સસ્તું અને સરળતાથી મળી જતું ફળ છે. તેથી તેને ખાનારા લોકોની સંખ્યા પણ વધુ હોય છે.કેળામાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર હોય છે. કેળામાં મિનરલ અને પોટેશિયમનું પ્રમાણ બહુ વધારે હોય છે, તેથી તેનું સેવન વધુ ફાયદાકારક હોય છે. સાથે જ કેળામાં ખાંડ, ફાયબર અને વિટામિન બી-6 પણ હોય છે. તેમાં રહેલું મૅગ્નેશિયમ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. એક કેળામાં લગભગ 105 કૅલોરી હોય છે કે જે શરીરને ઇંસ્ટંટ એનર્જી આપે છે. કેળા ખાવાથી માંસપેશીઓમાં થતી કળતર કે જકડણ સાજી થઈ જાય છે. તેમાં મૅગ્નેશિયમ તથા પોટેશિયમનું ઉચ્ચ પ્રમાણ માંસપેશીઓને મજબૂત બનાવે છે તથા તેમને દુઃખાવા-મુક્ત બનાવી છે. કેળાનાં સેવનથી શરીરમાં પાણીનું પ્રમાણ પણ નિયંત્રિત રહે છે અને શરીરનાં અંદરની વિષાક્તતા પણ સમાપ્ત થઈ જાય છે. પેટમાં પાચન ક્રિયા સંબંધી સમસ્યાઓ પણ સમાપ્ત થઈ જાય છે તેમજ અલ્સર વગેરેમાં પણ રાહત મળે છે.ઉપવાસ ના હોય છતા પણ કાચા કેળાનું શાક ખવાય છે. આજે એવુ જ કાચા કેળા અને કેપ્સીકમ નું શાક બનાવ્યુ છે. બહુ જ ટેસ્ટી અને સરસ સોડમ વાળુ શાક બનાવ્યું છે. તમે પણ બનાવજો.😊 Neelam Patel -
કોવાક્કા કરી (Kovakka/Ivy gourd Curry Recipe in Gujarati) (Jain)
#SVC#Tindora#SouthIndian#sabji#lunch#cookpadindia#cookpadgujrati ટીંડોળા નું શાક છે અને દરેક રાજ્યમાં જુદા જુદા પ્રકારે તે બનાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં ટોપરાની છીણ તથા મરી સાથે ગ્રેવી તૈયાર કરી ને આ શાક બનાવવા માં આવે છે. આ શાક લચકા પડતું તૈયાર થાય છે. Shweta Shah -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#summer_vegetableઆપડે રોજિંદા ખોરાક માં સ્વાદ ને બેલેન્સ કરવા ક્યારેક કડવો સ્વાદ પણ ઉમેરવો જોઈએ .ઉનાળા માં કારેલા સારા આવે છે અને શરીર માટે ગુણકારી પણ ખૂબ છે .આ રીતે કાજુ કરેલા નું શાક બનાવશો તો જરાય કડવું નહિ લાગે અને મોટા ની સાથે બાળકો પણ હોંશે થી ખાઈ લેશે . Keshma Raichura -
કાચા કેળાનું શાક (Raw Banana Sabji Recipe In Gujarati)
#GA4#Week2પાકા કેળાનુ શાક તો આપણે બનાવીએ છીએ પણ કાચા કેળાનું શાક સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક છે. Krishna Rajani -
મોરૈયો (Moraiyo recipe in Gujarati) (Jain)
#EB#week15#Moraiyo#Jain#farali#curd#CookpadIndia#COOKPADGUJRATI#instant#khichadi વનસ્પતિ ની દ્રષ્ટિએ મોરૈયો એ ઘાસ ની પ્રજાતિ માં આવે છે. લાંબા પાતળા પાન વાળા ઘાસ ઉપર સફેદ ફૂલ બેસી તેમાંથી મોરૈયા ના કણકી જેવા દાણા નીકળે છે. તેનું વૈજ્ઞાનિક નામ એચીનોકલોઅ કોલોનો છે. પરંપરાગત પ્રાચીન ધાન્યમાં હલકા ધાન્યમાં મોરૈયો સ્થાન ધરાવે છે તે કફનાશક અને પિત્તનાશક છે તેના તેનું નિયમિત સેવન કરવાથી તે કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગો સામે રક્ષણ આપે છે. Shweta Shah -
જૈન કાચા કેળાનું શાક (Jain Raw Banana Sabji Recipe in Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@Daxa_2367 inspired me for this recipe Dr. Pushpa Dixit -
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
ટિપ્પણીઓ (13)