મેક્સીકન એન્ડ મિન્ટ-ગાર્લિક ફ્રેન્ચ ફ્રાઈસ (Mexican & Mint French Fries recipe in Gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#EB
#Week6
#cookpadindia
#cookpadgujarati
#frenchfries
#fries
#મેક્સીકન
#Fam

ફ્રેન્ચ ફ્રાઈસ સામાન્ય રીતે ડિનર, ફાસ્ટ ફૂડ રેસ્ટોરાં, પબ અને બારના મેનુઓ પર સ્નેક્સ અથવા સાઈડ ડીશ તરીકે અવશ્ય દેખાય છે. તેની ઉપર મીઠું ભભરાવી ને કેચપ, મેયોનીઝ વગેરે સાથે ખાવામાં આવે છે તથા અન્ય સ્થાનિક વિશેષતાઓ અને સોફ્ટ ડ્રિંક્સ સાથે પીરસવામાં આવે છે. ફ્રેન્ચ ફ્રાઈસ ને ચિપ્સ, ફિંગર ચિપ્સ, ફ્રાઈસ, ફ્રાઇટ્સ, હોટ ચિપ્સ, સ્ટીક ફ્રાઈસ, બટાકાની ફાચર, વેજ વગેરે નામ થી પણ ઓળખવામાં આવે છે.

ફ્રેન્ચ ફ્રાય વિષે કેટલાક લોકો દાવો કરે છે કે ફ્રાઈઝનો ઉદ્દભવ બેલ્જિયમમાં થયો છે, જ્યાં મ્યુઝ નદીના કાંઠે ગામના લોકો પરંપરાગત રીતે તળેલી માછલી ખાતા હતા. શિયાળામાં, જ્યારે નદી નું પાણી જામી જતું, ત્યારે માછલી થી વંચિત ગ્રામજનો બટાકા ને તળી ને ખાતા. એવું કહેવામાં આવે છે કે આ વાનગી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બેલ્જિયમમાં અમેરિકન સૈનિકોએ શોધી હતી અને, દક્ષિણ બેલ્જિયમની મુખ્ય ભાષા ફ્રેન્ચ હોવાથી તેનું નામ ફ્રેન્ચ ફ્રાઈસ પડ્યું.

ઇતિહાસ ગમે તે કહે, વર્તમાન માં તો ફ્રેન્ચ ફ્રાઈઝ આપણી બધાની, ખાસ કરી ને બાળકો ની ખૂબ પ્રિય હોય છે. બાળકો ને જયારે રમતા-રમતા ભૂખ લાગે ત્યારે તેમની ભાવતી ફ્રેન્ચ ફ્રાઈસ આપો તો તેમને મજા પડી જાય. આવી જ થીમ વાળું પ્રેસેંટેશન હું અહીં પ્રસ્તુત કરું છુ જેમાં બાળકો ની પ્રિય ગેમ ઉનો કાર્ડ્સ સાથે મેક્સીકન એન્ડ મિન્ટ - ગાર્લિક ફ્લેવર વાળી ફ્રેન્ચ ફ્રાઈસ નો નાશ્તો અને સોફ્ટ ડ્રિન્ક પીરસ્યા છે. બજાર માં મળતી ફ્રેન્ચ ફ્રાઈસ કરતા પણ ઘરમાં બનેલી આ ફ્રાઈસ વધારે ક્રિસ્પી લાગે છે. જરૂર થી ટ્રાઈ કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ + ફ્રીઝીંગ
3-4 વ્યક્તિ
  1. 4-5મોટા બટાકા
  2. 1લીટર ઠંડુ પાણી (બટાકા ડીપ કરવા માટે)
  3. તળવા માટે તેલ
  4. ➡️ મિન્ટ ગાર્લિક ફ્લેવર ના સીઝનિંગ
  5. 1/2 tspગાર્લિક પાઉડર (અથવા સ્વાદ પ્રમાણે)
  6. 1/2 tspમિન્ટ પાઉડર (અથવા સ્વાદ પ્રમાણે)
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. 3 tbspપારમેસાં ચીઝ
  9. ➡️ મેક્સીકન ફ્લેવર ના ઘટકો
  10. 1-1 1/2 tbspજીણી સમારેલી પાર્સલે
  11. 2 tbspપીઝા સોસ
  12. 2 tbspબાફેલા મકાઈ ના દાણા
  13. 8-10બ્લેક ઓલિવ રિંગ્સ
  14. 7-8જેલેપેનો રિંગ્સ
  15. 1/4 કપછીણેલું પ્રોસેસ્ડ ચીઝ
  16. ➡️ મેક્સીકન ફ્લેવર ના સીઝનિંગ (દરેક સીઝનિંગ નું પ્રમાણ પોતાના સ્વાદ મુજબ લેવું):
  17. લાલ મરચું પાઉડર
  18. ચાટ મસાલો
  19. મરી પાઉડર
  20. ગાર્લિક પાઉડર
  21. શેડાર ચીઝ પાઉડર
  22. પેરી-પેરી પાઉડર
  23. ચીલી ફ્લેક્સ
  24. ઓરેગાનો
  25. મીઠું
  26. ચીઝ સોસ
  27. ફ્રેન્ચ સોસ
  28. ટોમેટો કેચપ
  29. ➡️ મેક્સીકન સાલસા માટે ના ઘટકો
  30. 1જીણો સમારેલો નાનો કાંદો
  31. 8-10ચેરી ટોમેટો (અથવા 1 નાનું ટામેટું)
  32. 2 tbspજીણી સમારેલી કોથમીર
  33. 2જીણા સમારેલા લીલા મરચાં
  34. 1/2 tspચાટ મસાલો
  35. 1/2 tspમરી પાઉડર
  36. 1/2લીંબુ નો રસ
  37. મીઠું સ્વાદ પ્રમાણે
  38. ➡️ પાર્સલે - મેયો ડીપ માટે ના ઘટકો
  39. 50 ગ્રામપાર્સલે
  40. 1/4 કપમેયોનીઝ
  41. 2 tbspહંગ કર્ડ
  42. 1/4 tspમરી પાઉડર
  43. 1/4 tspગાર્લિક પાઉડર
  44. 1/2 tspચીલી ફ્લેક્સ
  45. 1/2 tspઓરેગાનો
  46. 1 tbspઓલિવ ઓઇલ
  47. 2લસણ ની કળી
  48. 2લીલા મરચાં
  49. મીઠું સ્વાદ પ્રમાણે
  50. 1 tbspસ્વીટ ચીલી સોસ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ + ફ્રીઝીંગ
  1. 1

    મેક્સીકન સાલસા બનાવવા માટે ઉપર જણાવેલ બધા ઘટકો એક બાઉલ માં લઇ ને મિક્સ કરી લો. સાલસા તૈયાર છે. પાર્સલે-મેયો ડીપ બનાવવા માટે ઉપર જાણવેલ બધા ઘટકો (સિવાય સ્વીટ ચીલી સોસ) એક મીક્ષી જાર માં લઇ ને પીસી લો. ત્યારબાદ તેમાં સ્વીટ ચીલી સોસ ઉમેરી મિક્સ કરો. પાર્સલે-મેયો ડીપ તૈયાર છે.

  2. 2

    હવે બટાકા ને છોલી ને તેમાં થી જોઈતી સાઈઝ પ્રમાણે એક સરખી લાંબી ફિંગર્સ કાપી લો. ફિંગર્સ ને 3-4 વખત પાણી થી ધોઈ ને ચીલ્ડ પાણી માં 15 મિનિટ માટે પલાળી દો. હવે એક પેન માં પાણી ગરમ કરો. બબલિંગ થવા માંડે એટલે તેમાં બટાકા ની ફિંગર્સ નાખો અને 20% પાર બોઈલ કરો. એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી ને ફિંગર્સ ને નિતારી લો અને એક પહોળા વાસણ માં ફેલાવી ને ગોઠવી દો. હવે તેને ડીપ ફ્રીઝર માં 1 થી 1.5 કલાક માટે ફ્રીઝ કરો.

  3. 3

    હવે તેલ ગરમ કરી તેમાં મીડીયમ ફ્લેમ પર ફ્રોઝન ફ્રાઈસ લાઈટ યેલો થાય (લગભગ 80% ટકા) ત્યાં સુધી તળી લો (ફર્સ્ટ ફ્રાય). હવે ફ્રાઈસ ને પેપર ટોવેલ માં કાઢી લો જેથી વધારા નું તેલ એબ્સોર્બ થઇ જાય અને ઠંડી થવા દો. ત્યારબાદ તેલ ફરીથી ગરમ કરી ફ્રાઈસ ને બીજી વાર ફાસ્ટ ફ્લેમ પર ગોલ્ડન બ્રોઉન તળી લો. હવે ફ્રાઈસ ને પેપર ટોવેલ માં કાઢી લો. ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર છે. તેના બે ભાગ કરો. એક ભાગ ને મિન્ટ ગાર્લિક ફ્લેવર અને બીજા ભાગ ને મેક્સીકન ફ્લેવર આપીશું.

  4. 4

    મિન્ટ ગાર્લિક ફ્લેવર માટે એક બાઉલ માં ફ્રેન્ચ ફ્રાઈસ લઇ તેમાં ઉપર જણાવેલ બધા સીઝનિંગ પોતાના ટેસ્ટ પ્રમાણે ઉમેરી બરાબર મિક્સ કરો. મિન્ટ ગાર્લિક ફ્લેવરડ ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર છે.

  5. 5

    મેક્સીકન ફ્લેવર માટે એક બાઉલ માં ફ્રેન્ચ ફ્રાઈસ લઇ તેમાં ઉપર જણાવેલ બધા ડ્રાય સીઝનિંગ (સોસ સિવાય) પોતાના ટેસ્ટ પ્રમાણે ઉમેરી ને મિક્સ કરો. આમાં થી થોડી ફ્રાઈસ ને એક સર્વિંગ બાઉલ લઇ તેની ઉપર પીઝા સોસ અને મેક્સીકન સાલસા સ્પ્રેડ કરો. ત્યારબાદ થોડું ચીઝ અને મકાઈ ના દાણા ભભરાવો. હવે તેની ઉપર ફ્રેન્ચ ફ્રાઈસ નું બીજું લેયર કરી સાલસા, મકાઈ ના દાણા, ઓલિવ, જેલેપેનો, ચીઝ થી ગાર્નિશ કરો. છેલ્લે ટોમેટો કેચપ, પાર્સલે-મેયો ડીપ, ફ્રેન્ચ સોસ અને ચીઝ સોસ કોન ની મદદ થી ડ્રીઝલ કરો. મેક્સીકન ફ્રેન્ચ ફ્રાઈસ તૈયાર છે.

  6. 6

    તો તૈયાર છે બજાર કરતા પણ ક્રિસ્પી અને ટેસ્ટી મિન્ટ-ગાર્લિક અને મેક્સીકન ફ્લેવર્સ માં ફ્રેન્ચ ફ્રાઈસ. ઈચ્છા મુજબ ગાર્નિશ અને પ્લેટિંગ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes