માવા કેક (Mava cAke Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મોટા બાઉલમાં મલાઈ જે આપણે ઘી કરવા માટે ભેગી કરી રાખી હોય તેને સવારે ફ્રીઝમાંથી બહાર કાઢી લેવી
- 2
મલાઈને સાતથી આઠ કલાક માટે બહાર રાખવી અને તેને દહીં કે છાશ નાખી મેળવી નહીં તે ખાસ ધ્યાન રાખવું
- 3
સાથી આઠ કલાક મલાઈ બહાર રાખ્યા પછી તેને જેરણી થી વલોવી લો
મલાઈ માંથી દૂધ છૂટું પડે ત્યાં સુધી તેને વલોવી લો - 4
હવે તેમાં 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી ફરીથી વલોવી લો હવે માખણ જેવો ભાગ ઉપર તળવા લાગશે અને દૂધ તેમાંથી છૂટું પડેલું દેખાશે
- 5
હવે આ દૂધને એક બાઉલમાં અલગ કાઢી લેવું અને માખણને એક લોયામાં લઈ ઘી કરવા ગેસ પર મૂકી દેવું
- 6
માખણ ઘી કરવા મૂકે ત્યારે તેને સતત હલાવતા રહેવું જેથી નીચે ચોંટી ન જાય લગભગ દસ મિનિટમાં છૂટું પડવા લાગશે જ્યારે માખણ ઓગળીને ઉકળવા લાગે ત્યારે તેમાં બેથી ત્રણવાર પાણીનો છંટકાવ કરવાથી ઘી દાણાદાર બને છે
- 7
ઘીથઈ જાય એટલે તેને એક વાસણમાં ગાળી લેવું અને કીટુ અલગ કરી લેવું
- 8
હવે ઘીકર્યું હોય તેજ લોયા મા કીટુ ઉમેરો તેમાં મલાઈ વલોવી અલગ કરેલું દૂધ ઉમેરો તેમાં છ થી સાત ચમચી સાકર ઉમેરો અને તેને ઉકળવા મૂકી દો અને સતત હલાવ્યા રાખો
- 9
- 10
હવે દુધનો માવો થવા લાગ્યા અને થોડું ઘટ્ટ થવા લાગે એટલે તેમાં એક વાટકી ટોપરાનું છીણ એક વાટકી પાઈનેપલ crush થોડીક બદામ અને કાજુની કતરણ ઉમેરી મિક્સ કરો અને દૂધમાં પલાળેલું કેસર પણ મિક્સ કરી દો જેથી મીઠાઈ નો કલર એકદમ ગોલ્ડન યલો આવશે
- 11
- 12
હવે દૂધમાંથી પાણીનો ભાગ બળી જાય અને ઘી છૂટુ પડવા જેવું દેખાય એટલે ગેસ બંધ કરી દો તો તૈયાર છે ઘીના વધેલા કીટામાંથી પાઈનેપલ કોકોનટ માવા કેક જેને આપણે કાજુ અને બદામની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરીએ છીએ
- 13
મોટાભાગે લોકો ઘી ના કીટાને નકામું સમજીન ફ્રેન્કી દેતા હોય છેઅથવા સમજ નથી પડતી કે તેમાંથી શું બનાવું તો આ તેમાંથી એક બહુ જ સરસ અને જલ્દી બની જતી રેસીપી છે તો તૈયાર છે ઘી ના કીટા માંથી પાઈનેપલ કોકોનટ માવા કેક
Keywords
Similar Recipes
More Recipes

































ટિપ્પણીઓ (2)