દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB
Week 9
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને છીણી લેવાની છે ત્યાર પછી તેના ટુકડા કરીને એક મિક્સર ની અંદર દૂધી ના ટુકડા નાખો અને નવો દહીં લીલું મરચું લીલા ધાણા નાખીને સરસ એવી સ્મુધ પેસ્ટ બનાવી લો
- 2
પેસ્ટ બને છે ત્યાં સુધી ઢોકળીયુ ગરમ કરવા રાખીને અંદર તેલ ચોપડીલો હવે પેસ્ટ તૈયાર કરી લીધા પછી તેની અંદર ઇનો નાખીને બરાબર ફેંટી લો અને જે ઢોકળીયુ તૈયાર કર્યું છે તે ડીશમાં અંદર ખીરું પાથરી દો્.
- 3
ઢાંકી દઈને એને ૧૦ થી ૧૨ મિનીટ માટે થવાનું થઈ જાય એટલે થોડી વાર ઠંડુ પડવા દઈને વધાર ની તૈયારી કરી લેવાની છે જેની અંદર તેલ ગરમ કરીને રાઈ જીરું તલ નાખી દઇને વધાર થઈ જાય એટલે લીમડો નાંખીને તૈયાર થયેલા વધાર ને ડાયરેક્ટ રેડી દેવાનો છે. ઢોકળા તમે ચટણી સાથે અથવા તો સોસ સાથે ખાઈ શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15251306










ટિપ્પણીઓ (3)