ઘારી (બદામ પિસ્તા ઘારી હોમ મેડ માવા માંથી)

ઘારી (બદામ પિસ્તા ઘારી હોમ મેડ માવા માંથી)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આ રીતે બધી સામગ્રી તૈયાર કરી લો. હવે મિક્સર માં બદામ અને પિસ્તા ને બરાબર ક્રશ કરી લો. હવે માવા ને નોન-સ્ટિક પેન મા સહેજ વાર સેકી લો.
- 2
હવે એ જ પેન મા ચણા ના લોટ ને ઘી નાખી બરાબર સેકી લો. હવે 1બાઉલ માં બદામ, પિસ્તા, માવો, ચણા નો લોટ, દળેલી ખાંડ, ઈલાયચી પાઉડર મિક્સ કરી લો. હવે બરાબર બધું મિક્સ કરી લો. હવે તમારે જે સાઈઝ ની ઘારી તૈયાર કરવી છે એ સાઈઝ નું મોલ્ડ લઇ લો અને બરાબર દબાવી ને ભરી લો. આ રીતે બધી ઘારી નો સેપ આપી દો.
- 3
હવે મૈંદા નો લોટ માં દૂધ અને ઘી નાખી લોટ બાંધી લો અને થોડી વાર ઢાંકી ને રહેવા દો. હવે આ રીતે પૂરી જેવું વણી વચ્ચે આ રીતે પૂરણ ભરી લો.... અને કચોરી કરીએ એ મુજબ વધારાની લોટ ઉપર થી કાઢી લો....
- 4
ઘારી તળવા માટે કડાઈ માં ઘી મૂકી ગરમ મુકો. ઝારા માં ઘારી મૂકી બીજા ચમચા થી ગરમ ઘી રેડો જેથી ઘારી બરાબર તાળાઈ જાય..
- 5
હવે આ રેડી ઘારી ને 6 થી 7 કલાક બહાર ઠંડી થવા દો. ત્યાર બાદ ઘી માં દળેલી મોરસ નાખી બરાબર હલાવી લો. હવે તેની પર ઘી પાથરી દો અને તેની પર કેસર અને પિસ્તા ની કતરણ ભભરાવો અને ઠારવા ફ્રિજ માં મૂકી દો.
- 6
હવે જયારે ઘારી ખાવી હોય ત્યારે જ ફ્રીઝ માંથી કાઢી ને પીરસો. તો તૈયાર છે હોમ મેડ માવા માંથી બનાવેલ બદામ પિસ્તા ઘારી...
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ઘારી(Ghari Recipe In Gujarati)
#વેસ્ટસુરતની ખૂબ જ ફેમસ અને નાના-મોટા બધાને ભાવે એવી આ વાનગી છે અને બધા easily ઘરે બનાવી શકે એવી વાનગી છે Vandana Dhiren Solanki -
-
ડ્રાયફ્રુટ માવા ઘારી(Dryfruit mawa ghari recipe in Gujarati)
#CookpadTurn4#Week2#dryfruit Dipali Dholakia -
લીલા વટાણા ની ઘારી
#ગુજરાતીઘારી એ સુરત ની પ્રખ્યાત મીઠાઈ માંથી એક છે,જે ચંડી પડવા માં વધારે ખાવામાં આવે છે અને દીવાળી મા પણ અલગ અલગ ફ્લેવર્સ ની ઘારી ખાવામાં આવે છે,લીલા વટાણા ની ઘારી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, આ રીતે ખાલી માવો શેકી ને તેમાં બદામ પિસ્તા, જાયફળ નાખી ને પણ ઘારી બનાવી શકાય Minaxi Solanki -
ડ્રાયફ્રૂટ્સ એન્ડ માવા ગુજીયા
#goldanapron3#week8#હોળી#ટ્રેડિશનલહોળી ના તહેવાર પર હોળી સ્પેશિયલ ડ્રાયફ્રૂટ્સ અને માવા નો ઉપયોગ કરી ને ગુજીયા બનાવ્યા છે. Dharmista Anand -
-
સુરતી ઘારી (હોમમેડ માવા માંથી) (Surat Ghari Recipe In Gujarati)
#કૂકબુક#post1#દિવાળીસ્પેશ્યલ#ઘારી#ghari#સુરતી#surti#ચંડીપડવો#દિવાળી#diwali#સ્વીટ#મીઠાઈ#diwalispecial શરદ પૂનમ ના બીજા દિવસે ચંડી પડવો ઉજવવામાં આવે છે. આ દિવસે સુરત માં ઘારી અને ભુસુ ખાવાની પરંપરા છે. મીઠાઈ ની દુકાનો માં ઘારી ખરીદવા માટે લોકો લાઈન લગાવે છે. કરોડો રૂપિયા ની ઘારી આ પ્રસંગે વેચાઈ જાય છે. દિવાળી જેવા શુભ તહેવાર માં પણ ઘણા લોકો મીઠાઈ માં ઘારી બનાવે છે. ઘારી ઘી થી ભરપૂર હોય છે. પણ આજ કાલ લોકો હેલ્થ કોન્સીઅસ થઇ ગયા હોવાથી ઘારી ઉપર ઘી નું કોટિંગ કર્યા વિના પણ ખાઈ શકાય છે જે એટલી જ સ્વાદિષ્ટ લાગે છે.ઘારી નો ઉદ્ભવ ગુજરાત રાજ્ય ના સુરત શેહર માં થયો હતો. માનવામાં આવે છે કે આ ચલણ 17 મી સદીમાં શરૂ થયું હતું. સુરત ના ચૌટા બજાર માં એક મીઠાઈ ની દુકાન ના માલિક, જેમના ધંધામાં સારા દિવસો જોવા મળ્યા હતા, તેઓ શરદ પૂર્ણીમા પર નવાબ ની વાડી, બેગમપુરા સુરત ખાતે નિર્વાણ બાબાના આખાડા માં વ્યવસાય ની સમૃદ્ધિ માટે ના આશીર્વાદ મેળવવા ગયા હતા. બાબા તેના સ્વપ્નમાં દેખાયા અને તેમને બીજા દિવસે એક પૂર્ણ ચંદ્ર જેવી દેખાતી મીઠાઈ તૈયાર કરવા અને દેવતાઓને પ્રસન્ન કરવા માટે અર્પણ કરવા કહ્યું. આમ, ઘારી નો ઉદ્ભવ થયો. ચંદ્ર જેવો દેખાવ લાવવા માટે ઘારી ઘી થી કોટ કરવા માં આવે છે અને ચંડી પડવા ની રાતે માણવા માં આવે છે. Vaibhavi Boghawala -
પિસ્તા ઘારી
#મીઠાઈ આ ઘારી બનાવવા માટે કોઈ પણ ફુડ કલર નો ઊપયોઞ કરવામાં આવ્યો નથી.પણ પિસ્તી એક ખાસ કલર ધરાવે છે.જેને લીધે ઘારી નો સ્વાદ અને કલર ખૂબ જ સરસ આવે છે.અને ઘારી ભરવા માટે જે મેંદા નો લોટ બાંધ્યો છે એ પણ પાતળુ પળ બનાવ્યું છે.જેને લીધે ઘારી નો માવો આરપાર જોઈ શકાય છે.આ સુરત ની પ્રખ્યાત ઘારી છે.જે બનાવવા નુ માપ પરફેક્ટ બતાવ્યું છે.અને અહીં દળેલી ખાંડ નો ઊપયોઞ નથી કયોઁ.બુરુ નો ઊપયોઞ કર્યો છે. preeti sathwara -
-
-
સ્વીટ લસ્સી (Sweet Lassi Recipe In Gujarati)
#RC2White 🤍 recipe!#cookpadindia#cookpadgujaratiપ્લેન સ્વીટ લસ્સી Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
સુરતી ઘારી (Surti Ghari Recipe In Gujarati)
#CT સુરતી ઘારી ખૂબ લોકપ્રિય છે . ઘારી પરંપરાગત મીઠાઈ છે જે માવા અને ડ્રાય ફ્રૂટ સ્ટફિંગથી ભરેલી મીઠી અને મેંદા ના લોટના પડ માથી બનાવવામા આવે છે. ત્યારબાદ તેને ઘી લગાવીને પીરસવામાં આવે છે. સ્ટફિંગમાં કાજુ, બદામ, પિસ્તા અને કેસર જેવા ડ્રાયફ્રૂટથી ભરપૂર & સ્વાદિષ્ટ હોય છે અથવા સાદા માવા ઘારી પણ બનાવવામાં આવે છે. ઘારી ચંદિપડવો ના દિવસે ખાસ બનાવવા મા આવે છે તે 'ભૂસુ'( મિક્ષ તીખું ચવાણું)) સાથે લેવામાં આવે છે . હવે તો ઘારી એટલી લોકપ્રિય થઈ ગય છે કે અલગ અલગ તહેવારો અને પ્રસોગોમાં માં ઘારી તો હોય જ છે........સુરત વિશે લોકવાયકા છે સુરતનું જમણ ને કાશીનું મરણ - નસીબદારને જ મળે. પણ આજે આપણે આપણા રસોડે & cookpad ગુજરાતી ના માધ્યમ થી ઘરે જ ડ્રાય ફ્રૂટ ઘારી બનાવીએ Bansi Kotecha -
-
કેસર બદામ પિસ્તા કૂકીઝ (Kesar Badam Pista Cookies Recipe In Gujarati)
સામાન્ય રીતે મીઠાઈ અને ડ્રાય ફ્રૂઇટ્સ , નટ્સ ઍક બીજા ના પૂરક છે... દિવાળી ની મીઠાઈ માં ઘણા બધા વિકલ્પો છે પરંતુ આ કૂકીઝ બેઝિક અને સહેલાઇ થી ઘરમાંથી જ મળી જાય તેવી સામગ્રી લીધા છે અને બનાવવામાં પણ સહેલી અને ઓછા સમય માં તૈયાર થઈ જાય છે અને નાના મોટા સૌ કોઈ ને ભાવે તેવી વાનગી છે#DIWALI2021 Ishita Rindani Mankad -
-
-
-
દૂધી નો હલવો (હોમ મેડ માવા માંથી)
#વિકમીલ૨દૂધી ખૂબ જ ગુણકારી છે પણ ઘણા ને દૂધી નું શાક ભાવતું નથી. પણ મીઠાઈ લગભગ બધાં ને ભાવતી હોઈ છે ખાસ કરીને ગુજરાતીઓને તો મિષ્ટાન વગર જમણ અધૂરું લાગે. એટલા માટે દૂધી નો હલવો બનાવી ને પીરસયે તો બધાં હોંશે હોંશે ખાય અને દૂધી ના ગુનો નો લાભ મેળવી શકે. દૂધી નો હલવો દરેક તહેવારો, લગ્ન પ્રસંગો અને ઉપવાસ માં બને છે . દૂધી ના હલવાને કટકા કરીને અથવા લચકા હલવા ના સ્વરૂપ માં પણ પીરસવામાં આવે છે. Vaibhavi Boghawala -
-
-
માવા બદામ વેડમી
#મીઠાઈવેડમી એ બહુ જાણીતી મીઠાઈ છે. જેમાં જેમાં જુદા જુદા ગળ્યા મિશ્રણ ભરી ને વેડમી બનાવાય છે. આજે માવા બદામ નું મિશ્રણ ભરી ને બનાવી છે. Deepa Rupani -
બદામ પીસ્તાની ઘારી (Almond Pista Ghari Recipe In Gujarati)
#GA4#Week9 આ મીઠાઈ સુરતની પ્રખ્યાત છે ઘારી બદામ પિસ્તા અને માવાના ફિલ્મ ની ઉપર મેંદા ના પડ અને તેની ઉપર ઘી લાગાવી બનાવવામાં આવે છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કરી કે દેશ-વિદેશમાં પ્રખ્યાત છે Arti Desai -
ઘારી (Ghari Recipe in Gujarati)
સુરત ની ઘારી બને પણ સુરતમાં અને મળે પણ સુરતમાં.સુરતી ઘારી આખા દેશ વિદેશમાં પણ ફેમસ છે. શરદ પૂનમનો બીજો દિવસ એટલે ચંદી પડવો એ દિવસે ચાંદની રાત હોય છે એટલે તેને ચાંદની પડવો કે ચંદી પડવો કહેવામાં આવે છે. ચંદી પડવા ના દિવસે ઘર ના સભ્યો ઘર માં કે ટેરેસ પર ,ગાડઁન માં ઘારી અને ભુસું સાથે અવનવા ફરસાણ સાથે ભેગા મળીને ખાતા હોય છે. Varsha Patel -
More Recipes
ટિપ્પણીઓ (5)