શારજાહ શેક

#RC2
#cookpadindia
#cookpadgujarati
#sharjahshake
#banana
#milkshake
સમર ડ્રીંક નો કિંગ માનવામાં આવતું કેરળ નું પ્રખ્યાત શારજાહ શેક નું મુખ્ય ઘટક નજલિપૂવન છે, જે કેરળ માં સામાન્ય રીતે મળતા એક પ્રકાર ના કેળાં છે, જે કદ માં નાના હોય છે પણ ખૂબ મીઠાં અને ઈન્સ્ટંટ એનેર્જી બૂસ્ટર હોય છે.
દંતકથા છે કે આ પીણું સૌ પ્રથમ 1980 માં કલાન્થન કોયા નામ ના વ્યક્તિ દ્વારા કેલિકટ માં રજૂ કરવામાં આવ્યું હતું. તેમના એક પ્રયોગ દરમિયાન, તેણે નજલિપૂવન, ફ્રોઝન દૂધ અને ખાંડ માંથી એક પીણું બનાવ્યું. તેમણે આ પીણું નજીકની દુકાનમાં શારજાહ કપ જોતા લોકો ના ટોળાને પીરસ્યું. તેઓને આ શેક ખૂબ જ ભાવ્યું અને તેનું નામ પૂછ્યું. કલાન્થને તાબડ઼તોબ શારજાહ શેક એમ નામ બનાવી દીધું અને આ શેક વખત જતાં ખૂબ પ્રચલિત થઇ ગયું.
શારજાહ શેક બનાવવાં માં ખૂબ જ સરળ છે અને ઝડપ થી બની જાય છે. નજલિપૂવન કેળાં ને બદલે સામાન્ય રીતે મળતા મોટા કેળાં પણ વાપરી શકાય છે. તો પ્રસ્તુત છે કેરળ નું પ્રખ્યાત શારજાહ શેક !

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ઝીપ લોક બેગ માં દૂધ ભરી ને ફ્રિઝર માં 6-7 કલાક માટે ફ્રીઝ કરવા મૂકી દો. ત્યારબાદ ફ્રીઝર માંથી કાઢી ને વેલણ થી ટીપી ને ફ્રોઝન દૂધ ને ક્રશ કરો.
- 2
હવે ક્રશ કરેલું ફ્રોઝન દૂધ મીક્ષી જાર માં લઇ તેમાં કેળાં ની સ્લાઈસ, રોસ્ટેડ પીનટ, ઇન્સ્ટન્ટ કોફી પાવડર, કાજુ ના ટુકડા, હોર્લિક્સ, ખાંડ અને વેનીલા એસેન્સ ઉમેરી એક રસ થાય ત્યાં સુધી બ્લેન્ડ કરો. શેક તૈયાર છે.
- 3
હવે શેક ને સર્વિંગ ગ્લાસ માં લઇ તેની ઉપર વેનીલા આઈસ્ક્રીમ નો સ્કૂપ મુકો અને ઉપર જણાવેલ ગાર્નિશિંગ ના બધા ઘટકો જરૂર પ્રમાણે સ્પ્રિન્કલ કરી ગાર્નિશ કરો.
- 4
કેરળ નું પ્રચલિત યમી, હેલ્થી, ગુણકારી શારજાહ શેક તૈયાર છે. ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો. તેને ચીલ્ડ સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (73)