પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)

પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં લોટ ચાળી લો અને બધા મસાલા કરી લો.
- 2
ત્યારબાદ પાણી ઉમેરી ખીરું બનાવો..
એમાંથી 1/2 ખીરું બાજુ પર કાઢી લો.
અને અડધા ખીરા માં પનીર,ધાણા અને લીલા મરચા એડ કરી લો. - 3
તવી ગરમ કરી તેલ થી ગ્રીસ કરી લો અને પનીર વાળુ ખીરું પાથરી ચીલા ની જેમ સ્પ્રેડ કરી લો કિનારી પર તેલ મૂકી ધીમા તાપે ગુલાબી જેવું શેકી લો..
- 4
નીચેની બાજુ શેકાય એટલે પછી થોડું તેલ મૂકી પલટાવી દો અને થવા દો..બંને બાજુ સરસ રીતે ચડી જાય એટલે ઉતારી લો.
- 5
હવે,બીજી રીતે..
તવી ને ગ્રીસ કરી જે બાજુ પર રાખ્યું હતું એ ખીરું સ્પ્રેડ કરી લો ચમચા થી ફેલાવી દો..હવે ઉપર ની બાજુ પનીર,ધાણા અને લીલા કાપેલા મરચા ભભરાવી કિનારી પર માં તેલ એડ કરી દો..
નીચેની બાજુ ગુલાબી કલરના થાય એટલે ધીમે થી ચીલા ને ઉથલાવી દો અને પનીર ની સાઈડ નીચે આવશે એટલે પાછું પિન્ક કલર સુધી થવા દો. - 6
લો,બંને રીત ના પનીર ચીલા તૈયાર છે..ગમે તે ચટણી સાથે સર્વ કરો..
Keywords
Similar Recipes
More Recipes
















ટિપ્પણીઓ (10)