દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)

Deval maulik trivedi @deval1987
દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધીની છાલ ઉતારી તેનાં ક્ટકા કરી કૂકરમાં ૪ સીટી વગાડી બાફી લો. તેમજ ઠંડી થાય એટલે તેને મેશ કરી લો.
- 2
લીલી ડુંગળી અને ટામેટાં જીણાં સમારી લો.
- 3
એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકો તે ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરૂ તતડાવી તેમાં ડુંગળી ઉમેરી દો.
- 4
ત્યારબાદ તેમાં લસણની પેસ્ટ અને છીણેલું આદું ઉમેરી સાંતળો. સંતળાય જાય એટલે તેમાં ટામેટાં ઉમેરી દો.
- 5
બધાં જ મસાલાં અને મીઠું ઉમેરી મિક્સ કરી દો.
- 6
તેલ છૂટવાં માંડે એટલે તેમાં બાફીને છુંદેલી દૂધી ઉમેરી દો.
- 7
સરસ મિક્સ કરી દો. થોડીવાર પછી ગેસ બંધ કરી દો. કોથમીર ભભરાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15408191





















ટિપ્પણીઓ (7)