મેક્સીકન ટાકોસ જૈન (Mexican Tacos Jain recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#ff2
#week2
#friedjainrecipe
#childhood
ટાકોસ એક મેક્સિકન વાનગી છે. મેં આજે આ મેક્સિકન વાનગીનું જૈન વર્ઝન બનાવ્યું છે. આ વાનગીમાં મકાઈના લોટના ટાકોસ બનાવી તેમાં રાજમાં બીન્સ અને સાલસાનું સ્ટફીંગ ભરી ઉપર ચીઝથી ટોપિંગ કરી સર્વ કરવામાં આવે છે. મેક્સીકન ટાકોસનું જૈન વર્ઝન પણ રેગ્યુલર ટાકોસ જેટલું જ સ્વાદિષ્ટ બને છે. આ વાનગી સાંજના સમયે સ્નેક્સમાં, પાર્ટીસમાં કે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે.

મેક્સીકન ટાકોસ જૈન (Mexican Tacos Jain recipe in Gujarati)

#ff2
#week2
#friedjainrecipe
#childhood
ટાકોસ એક મેક્સિકન વાનગી છે. મેં આજે આ મેક્સિકન વાનગીનું જૈન વર્ઝન બનાવ્યું છે. આ વાનગીમાં મકાઈના લોટના ટાકોસ બનાવી તેમાં રાજમાં બીન્સ અને સાલસાનું સ્ટફીંગ ભરી ઉપર ચીઝથી ટોપિંગ કરી સર્વ કરવામાં આવે છે. મેક્સીકન ટાકોસનું જૈન વર્ઝન પણ રેગ્યુલર ટાકોસ જેટલું જ સ્વાદિષ્ટ બને છે. આ વાનગી સાંજના સમયે સ્નેક્સમાં, પાર્ટીસમાં કે સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

50 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. ટાકોસ સેલ્સ બનાવવા માટે:
  2. 1 કપમકાઈનો લોટ
  3. 1/2 કપમેંદો
  4. 1 Tbspતેલ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. તળવા માટે તેલ
  7. સ્ટફિંગ બનાવવા માટે:
  8. 1/2 કપરાજમા
  9. 2 Tbspતેલ
  10. 1 Tspઆદુની પેસ્ટ
  11. 1 Tbspસમારેલા લીલા મરચા
  12. 1 કપસમારેલા ટમેટા
  13. 1 Tspલાલ મરચું પાવડર
  14. 1 Tbspટમેટો કેચપ
  15. 1 Tspરેડ ચીલી સોસ
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. અનકુક્ડ સાલસા બનાવવા માટે:
  18. 1/2 કપસમારેલા ટમેટા
  19. 1/4 કપસમારેલા લીલા કેપ્સિકમ
  20. 1/4 કપબાફેલી મકાઈના દાણા
  21. 1/2 Tspરેડ ચીલી ફ્લેક્સ
  22. 1/2 Tspઓરેગાનો
  23. 1/2 Tspગ્રીન હર્બ
  24. સ્વાદ અનુસારમીઠું
  25. 1 Tspલીંબુનો રસ
  26. ટાકોસને અસેમ્બલ કરવા માટે:
  27. ટાકોસ સેલ્સ
  28. રાજમાં સ્ટફિંગ
  29. સાલસા
  30. ટોમેટો કેચઅપ
  31. સમારેલી કોબી
  32. ખમણેલું ચીઝ

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રાજમાને ચોખ્ખા પાણી થી ધોઈ ગરમ પાણીમાં ૭ થી ૮ કલાક માટે પલાળી રાખી કૂકરમાં બાફી લેવાના છે.

  2. 2

    ટાકોસ સેલ્સ બનાવવા માટે: એક વાસણમાં મકાઈનો લોટ અને મેંદો મિક્સ કરી તેમાં તેલ અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી બરાબર રીતે મિક્સ કરી પાણીથી મીડીયમ સોફટ લોટ બાંધવાનો છે. ત્યારબાદ તેને અડધી કલાક રાખી મૂકી તેમાંથી જોઈતી સાઈઝની પુરી જેવું વણી લેવાનું છે. તળતી વખતે ફુલી ન જાય તે માટે તેના પર કાંટા વડે થોડા કાપા કરવાના છે.

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં આ તૈયાર કરેલા સેલ્સને ડીપ કરી તળી લેવાના છે. પહેલા બંને સાઈડને ફેરવી થોડી તળાઈ જાય એટલે બંને તરફથી બે ચમચા વડે તેને સેઈપ આપવાનો છે.

  4. 4

    જેથી ટાકોસ સેલ્સ તળાઈને તૈયાર થઈ જશે.

  5. 5

    ટાકોસનું સ્ટફિંગ તૈયાર કરવા માટે: એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં આદુની પેસ્ટ, સમારેલા લીલા મરચાં અને સમારેલા ટમેટા ઉમેરવાના છે.

  6. 6

    બધુ બરાબર રીતે મિક્સ કરી ઢાકીને બે થી ત્રણ મિનિટ માટે ફૂક થવા દેવાનું છે.

  7. 7

    હવે તેમાં બાફીને તૈયાર કરેલા રાજમાં બિન્સ ઉમેરવાના છે બરાબર રીતે મિક્સ કરી તેને થોડા મેશ કરી લેવાના છે.

  8. 8

    લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ટોમેટો કેચપ અને રેડ ચીલી સોસ ઉમેરી બધુ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. જેથી રાજમાનું સ્ટફિંગ તૈયાર થઈ જશે.

  9. 9

    અનકુક્ડ સાલસા બનાવવા માટે: એક બાઉલમાં સમારેલા ટામેટાં લઈ તેમાં સમારેલા કેપ્સિકમ અને બાફેલા મકાઈના દાણા ઉમેરવાના છે.

  10. 10

    હવે તેમાં રેડ ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ગ્રીન હર્બ, સ્વાદ અનુસાર મીઠું અને લીંબુનો રસ ઉમેરી ચમચીથી થોડું મેશ કરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે. જેથી સાલસા તૈયાર થઈ જશે.

  11. 11

    ટાકોસને અસેમ્બલ કરવા માટે: ટાકોસ સેલ્સ લઈ તેમાં સૌથી પહેલા રાજમાં સ્ટફિંગ અને તેના પર અનકુકડ સાલસા ફીલ કરવાનું છે.

  12. 12

    હવે તેના પર ખમણેલું ચીઝ અને સમારેલી કોબી ઉમેરવાની છે.

  13. 13

    જેથી મેક્સીકન જૈન ટાકોસ સર્વ કરવા માટે તૈયાર થઈ જશે.

  14. 14
  15. 15
  16. 16
  17. 17
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes