સરગવા નો જ્યુસ (Saragva Juice Recipe In Gujarati)

khushbu patel @khushbu_homechef
સરગવા નો જ્યુસ (Saragva Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવા ને પાણી થી ધોઈ કપડાં થી લૂછી ને કાપી લેવા ના લગભગ 1 સરગવા ની શીંગ ના 4 થી 5 ટુકડા કરવા.
- 2
હવે પ્રેશર કુકરમાં સરગવો લઈને પાણી નાંખી ને 2 સીટી વાગે ત્યાં સુધી થવા દો.
- 3
સરગવો બફાઈ જાય એટલે તેમાંથી પાણી કાઢી એક વાસણમાં લઈ લો..અને એમા જ સરગવા ની શીંગ માથી ચમચી વડે પલ્પ કાઢી લો.
- 4
હવે તેમાં સિંધવ મીઠું, સંચર,ફુદીના ના પાન નાખી બ્લેનડર થી ક્રશ કરી લો.
- 5
પછી તેને ગાળણી થી ગાળી લો.
- 6
પછી માત્ર 2 મિનિટ માટે ગેસ પર મૂકી ગરમ કરી લો. પછી ગેસ બંધ કરી લીંબુ નો રસ નાખી બરાબર મિક્સ કરી લો
- 7
તેને ગરમ જ સવઁ કરો..
- 8
હાડકાં ના દુખાવા માં, ઢીંચણ ના દુખાવા માં, કમર ના દુખાવા માં, લોહી નુ શુધ્ધિકરણ કરનાર આ જ્યુસ રોજ પીવો જોઈએ.
- 9
તૈયાર છે કેલ્શીયમ, આયૅન,ફાઈબર,વિટામીન A,વિટામીન C થી ભરપૂર હેલ્ધી અને ટેસ્ટી સરગવા નો જ્યુસ.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15435282




ટિપ્પણીઓ (2)