સૂકી ચોળી અને બટાકાં નું શાક (Suki Chori Bataka Shak Recipe In Gujarati)

મેં આજે સૂકી ચોળી ની સાથે બટાકાં નું શાક બનાવ્યું છે. ચોળી કઠોળ છે. તેને પલાળી રાખવાં માં આવે છે.
સૂકી ચોળી અને બટાકાં નું શાક (Suki Chori Bataka Shak Recipe In Gujarati)
મેં આજે સૂકી ચોળી ની સાથે બટાકાં નું શાક બનાવ્યું છે. ચોળી કઠોળ છે. તેને પલાળી રાખવાં માં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોળીને ધોઈને, 3 - 4 કલાક પાણી માં પલાળી રાખવી. બધા મસાલા (વઘાર ની સામગ્રી)ભેગા કરવાં. 3-4 કલાક પછી...
- 2
ગેસ પર કુકર માં તેલ અને ઘી ગરમ કરવું. તેમાં વઘાર ની બધી સામગ્રી ઉમેરી વઘાર કરવો. સમારેલી ડુંગળી ઉમેરી, સૉટે કરવી.
- 3
લીલાં મરચાં, લસણ અને આદું ને ક્રશ્ડ કરી લેવું. અને સૉટે થયેલી ડુંગળી નાં મિક્સ કરવું. 1 મિનિટ હલાવવું. હવે સમારેલાં ટામેટાં એડ કરવાં. ટામેટાં નરમ થાય ત્યાં સુધી કૂક થવા દેવું. હવે બધા સૂકા મસાલા પાઉડર એડ કરી, સરસ મિક્સ કરવાં. તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવવું.
- 4
હવે તેમાં સમારેલાં બટાકાં એડ કરી, મસાલા માં સારી રીતે મિક્સ કરવાં. સાથે પલાળેલી ચોળી એડ કરી મિક્સ કરવી. 1 મિનિટ જેવું હલાવીને મિક્સ કરવું. હવે 3/4 ગ્લાસ પાણી નાંખી, 4-5 સીટી વાગે, ત્યાં સુધી કૂક કરવું. ગેસ બંધ કરવો. કુકર ને ઠંડુ થવા દેવું.
- 5
સેર્વિંગ બૉઉલ માં કાઢી, ગરમાગરમ રોટલી કે ફુલ્કા સાથે સર્વ કરવું.
- 6
તો તૈયાર છે.
"સૂકી ચોળી - બટાકાં નું શાક"
***********************😍
Keywords
Similar Recipes
More Recipes











ટિપ્પણીઓ