કોથંબિર વડી (Kothimbir vadi recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#TT2
#cookpadgujarati
#cookpadindia
કોથંબિર વડી એ મહારાષ્ટ્રની એક ખૂબ જ ફેમસ વાનગી છે. આ વાનગી બ્રેકફાસ્ટમાં વધુ સર્વ કરવામાં આવે છે તેમ છતાં પણ આ વાનગીને સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ વાનગી બનાવવા માટે તેના નામ પ્રમાણે તેમાં કોથમીર નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે હેલ્થની દૃષ્ટિએ પણ આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે અને સાથે સ્વાદિષ્ટ પણ બને છે.

કોથંબિર વડી (Kothimbir vadi recipe in Gujarati)

#TT2
#cookpadgujarati
#cookpadindia
કોથંબિર વડી એ મહારાષ્ટ્રની એક ખૂબ જ ફેમસ વાનગી છે. આ વાનગી બ્રેકફાસ્ટમાં વધુ સર્વ કરવામાં આવે છે તેમ છતાં પણ આ વાનગીને સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ વાનગી બનાવવા માટે તેના નામ પ્રમાણે તેમાં કોથમીર નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે હેલ્થની દૃષ્ટિએ પણ આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે અને સાથે સ્વાદિષ્ટ પણ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 લોકો માટે
  1. 3 કપપાણી
  2. 2 કપચણાની દાળનો લોટ
  3. 1/2 કપચોખાનો લોટ
  4. 2 Tbspસમારેલા લીલા મરચા
  5. 1 Tbspખમણેલું આદુ
  6. 2 Tbspશેકેલા સિંગદાણાનો ભૂકો
  7. 2 Tbspસફેદ તલ
  8. 2 Tbspસુકા ટોપરાનું ખમણ
  9. 1 Tbspલાલ મરચું પાવડર
  10. 1 Tbspધાણાજીરું
  11. 1/2 Tspહળદર
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. 1 Tspઅજમો
  14. 2 Tbspસીંગતેલ
  15. 200 ગ્રામસમારેલી કોથમીર
  16. શેલો ફ્રાય કરવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક નોનસ્ટિક પેનમાં પાણી ગરમ મૂકી તેમાં સમારેલા લીલા મરચાં અને ખમણેલું આદું ઉમેરવાનું છે.

  2. 2

    શેકેલા સિંગદાણાનો ભૂકો, સફેદ તલ, સુકા ટોપરાનું ખમણ, બધા મસાલા અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું છે.

  3. 3

    અજમો અને શીંગતેલ ઉમેરી બધું બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે.

  4. 4

    બધુ બરાબર રીતે મિક્સ કરી આ પાણીને એક મિનિટ માટે ઉકળવા દેવાનું છે.

  5. 5

    હવે આ પાણીમાં સમારેલી કોથમીર ઉમેરવાની છે.

  6. 6

    ચણાની દાળનો લોટ અને ચોખાનો લોટ ઉમેરવાનો છે.

  7. 7

    બધુ બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે અને તેને એક મિનિટ માટે ધીમા તાપે હલાવતા રહેવાનું છે.

  8. 8

    પેનને ઢાંકીને બે મિનિટ માટે ધીમા તાપે કુક થવા દેવાનું છે. ત્યારબાદ ફરી થોડું હલાવી પાણી સોસાઈ ગયું હોય એટલે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે.

  9. 9

    એક થાળીમાં થોડું તેલ લગાવી તેમાં તૈયાર કરેલા આ મિશ્રણને પાથરી દેવાનું છે અને તેને ઠરવા દેવાનું છે.

  10. 10

    સાવ ઠરી જાય એટલે તેમાં મનગમતી સાઈઝના કાપા કરી તેના ટુકડા કરી લેવાના છે.

  11. 11

    એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં આ ટુકડાને શેલો ફ્રાય કરવાના છે.

  12. 12

    જેથી કોથંબિર વડી સર્વ કરવા માટે તૈયાર થઇ જશે.

  13. 13

    મેં આ વડી ને ટોમેટો કેચપ અને રાજકોટની ફેમસ લીલી ચટણી સાથે સર્વ કરી છે.

  14. 14
  15. 15
  16. 16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes