ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)

Hetal Chauhan @cookhetal1687
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં સિંગદાણાને શેકી તેની છાલ કાઢી લો અધકચરો તેનો ભૂકો કરી લો.
- 2
સાબુદાણાને ૨ કલાક પહેલા પલાળીને નરમ કરી લો.
- 3
હવે કડાઈમાં 2 ચમચા તેલ મૂકી જીરું નો વઘાર કરી લીમડાના નો વઘાર કરો.
- 4
પછી તેમાં ઝીણા સમારેલા બટાકા નાખી. ઉપર પાણી મૂકીને ચડવા દો.
- 5
ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ મીઠું સાકર લીંબુનો રસ ભેળવી શીંગદાણા અને સાબુદાણા મેળવી દો.
- 6
સાબુદાણા સરસ કાચ જેવા થઇ જાય પછી તેના પર કોથમીર ભભરાવો.
- 7
તૈયાર છે ફરાળમાં ખાવા ની ફરાળી ખીચડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15526592








ટિપ્પણીઓ