દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)

Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામદુધી
  2. 2વાટકા ઘઉંનો જાડો લોટ
  3. ૨ ચમચીચણાનો લોટ
  4. 1ચમચીઆદુ-મરચા-લસણની પેસ્ટ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1/2 ચમચી હળદર
  7. 1/2 ચમચી ધાણાજીરૂ
  8. 1/2 ચમચી ગરમ મસાલો
  9. ચપટીખાંડ
  10. 1/2 લીંબુનો રસ
  11. ચપટીખાવાનો સોડા
  12. 1પાવડો મોણ માટે તેલ
  13. વઘાર માટે તેલ રાઈ જીરું તલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધીને ખમણી લો

  2. 2

    હવે એક બાઉલમાં ઘઉં અને ચણાનો લોટ ચાળી લો તેમાં બધા મસાલા નાખી.

  3. 3

    દુધી આદુ મરચાની પેસ્ટ અને મોણ નાખી દો. ત્યારબાદ તેમાં સોડા અને સોડા ઉપર લીંબુ નીચોવી દો.

  4. 4

    હવે ગેસ ઉપર તપેલીમાં પાણી મૂકી તેના ઉપર ચારણી મૂકો અથવા ઢોકળીયા મા પણ મૂકી શકો છો

  5. 5

    હવે લોટના મુઠીયા વાળી ને વરાળ માપવા માટે મૂકો. 1/2 કલાક વરાળમાં બફાવા દો

  6. 6

    ત્યારબાદ તેના કટકા કરી. કડાઈમાં તેલ રાઈ જીરું તલ અને લીમડો મૂકીને વઘાર કરી દો.

  7. 7

    તૈયાર છે આપણા દુધી ના મુઠીયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687
પર

Similar Recipes