ડ્રાયફ્રુટ દુધપાક (Dryfruit Doodhpaak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને સાબુદાણા ધોઈ ને અલગ અલગ પલાળી રાખવા.૩૦ મિનિટ પછી ચોખા ને નીતારી રુમાલ મા કોરા કરી નાખવા. સાબુદાણા ને નીતારી મિકસરમાં અધકચરા ક્રશ કરી દો.
- 2
સૌ પ્રથમ તપેલામાં ઘી ચોપડી દુધ નાખી ગેસ પર ગરમ કરો.કેસર નાખી મિક્સ કરી દો.
- 3
પછી થોડુ ઉકળી જાય પછી ચોખા અને સાબુદાણા નાખી મિક્સ કરી ધીમે તાપે ચડવા દો.
- 4
ચોખા ચડી જાય પછી ખાંડ નાખી મિક્સ કરી દો. ૧૦ મિનિટ સુધી ઉકાળો.
- 5
હવે ઇલાયચી પાઉડર,ચારોલી, બદામ, પીસ્તા કતરણ, જાયફળ પાઉડર નાખી મિક્સ કરી ૨ મિનિટ સુધી ગરમ કરી ગેસ બંધ કરી ઠરવા મુકો પછી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15541395







ટિપ્પણીઓ (7)