રોઝ ગુલકંદ ફિરની (Rose Gulkand Firni Recipe In Gujarati)

#DIWALI2021
ફીરની એ એક મીઠી વાનગી છે જેને તમે ખાસ પ્રસંગે પિરસી શકો છો. જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તેને ઠંડી કરીને ખાવા થી મજા આવે છે. ગુલાબ અને ગુલકંદ ના સ્વાદ ની આ ફિરનિ દિવાળી માં બનાવી તહેવાર ની મજા બમણી કરી શકો છો.

રાંધવાની સૂચનાઓ
- 1
બદામ ને પાણી માં પલાળી રાખો. ચોખા ને પાણી માં અડધા કલાક માટે પલાળી રાખો.
- 2
ચોખા માં થી પાણી નિતારી તેને મિક્સર જારમાં લઈ પેસ્ટ બનાવી લો.
- 3
દૂધ ને ગેસ પર ઉકળવા મુકો. દૂધ ઉકળવા લાગે એટલે તેમાં ચોખા ની વાટેલી પેસ્ટ ઉમેરી દો.
- 4
ચોખા ચઢી જાય ત્યાં સુધી હલાવતા રહો.
- 5
હવે કન્ડેન્સ્ડ મિલ્ક અને ગુલકંદ ઉમેરી મિક્સ કરો.
- 6
સરસ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી ગેસ પર રાખો.
- 7
છેલ્લે ગેસ બંધ કરી ગુલાબ ની પાંખડી ઉમેરી દો. ઉપર બદામ ને છોલી તેની કતરણ થી સજાવી, ગુલાબ ની પાંખડી મૂકી સર્વ કરો.
- 8
તો તૈયાર છે રોઝ ગુલકંદ ફિરની
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)