રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૨ વ્યક્તિ
  1. ૨ કપબાજરીનો લોટ
  2. ૧/૨ ચમચીમીઠું
  3. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક થાળીમાં લોટને ચાળી લો. પછી તેમાં મીઠું અને થોડું થોડું પાણી ઉમેરી ખૂબ મસળીને કણક તૈયાર કરી લો.

  2. 2

    તૈયાર કરેલ કણકમાંથી લૂઓ લઈ કિનારીથી સહેજ દબાવી બંને બાજુ કોરો લોટ ભભરાવી હાથની મદદથી રોટલો થેપી લો.

  3. 3

    હવે, ગરમ તવી પર બનાવેલ રોટલો નાખો, રોટલાને તવી પર મૂકી તરત જ ઉપર પાણીનો હાથ ફેરવવો, જેથી રોટલામાં તડ ના પડે. રોટલા પરની ભીનાશ સહેજ ઓછી થાય એટલે તવેતાથી તરત ઉથલાવી નાખો.

  4. 4

    ઉથલાવીને થોડીવાર પછી બીજી બાજુ ગેસ પર શેકવા મૂકો. આમ કરવાથી તરત જ રોટલો તરત જ ફૂલી જશે.

  5. 5

    થોડી વારે જોઈ લો ચડી ગયો હોય તેની ઉપર સરસ ભાત પડી ગઈ હોય તો રોટલો ઉતારી ઘી અથવા માખણ લગાવી ગરમાગરમ સર્વ કરવા માટે તૈયાર છે.

  6. 6

    નોંધ: લોટને મસળવું જરૂરી છે, તેનાથી રોટલા સરસ સુંવાળા બને છે અને રોટલા ટીપવા કે ઘડવા સમયે કિનારી ભાંગી જતી નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

Top Search in

Similar Recipes