આચારી તડકા દાળ ખીચડી (Achari Tadka Dal Khichdi Recipe In Gujarati)

#CB1
આ રેસિપી મે વઘારેલી ખીચડી માં નવુ વેરીયેશન આપ્યુ છે. આ રેસિપી મા મનગમતા શાકભાજી પણ ઉમેરી શકાય.
આચારી તડકા દાળ ખીચડી (Achari Tadka Dal Khichdi Recipe In Gujarati)
#CB1
આ રેસિપી મે વઘારેલી ખીચડી માં નવુ વેરીયેશન આપ્યુ છે. આ રેસિપી મા મનગમતા શાકભાજી પણ ઉમેરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પથમ્ દાળ ને મીઠુ,હળદર નાખી બાફી લેવી.અને ચોખા ને છુટા થાય એ રીતે રાંધી લો
- 2
એક કઢાઇ મા તેલ લઇ ગરમ થાય એટલે તેમાં રાઇ,જીરું,ચપટી હિંગ, સુકા લાલ મરચાં નો વઘાર કરી ઝીણા સમારેલા કાંદા નાખી ગુલાબી રંગના થાય ત્યાં સુધી સાંતળો. પછી ઝીણા સમારેલા ટામેટાં ગળી જાય ત્યાં સુધી સાંતળો.
- 3
હવે બઘા મસાલા નાંખી 2મીનીટ સાંતળી દાળ નાંખી બરાબર મિક્સ કરી 5 મીનીટ કુક કરી લો.
- 4
હવે તેમાં રાંધેલો ભાત નાંખી. પાણી રેડી. 5 મીનીટ કુક કરી લો.
- 5
હવે કોથમીર અને લીલું લસણ નાંખી લો.
- 6
હવે એક વઘારીયા માં 2સ્પૂન તેલ ગરમ કરી તેમાં જીરું; હીંગ અને 1/2 સ્પૂન લાલ મરચું પાઉડર નાંખી ઉપર તડકો રેડી ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (15)