પિન્ક સોસ પાસ્તા

Arpita Shah @ArpitasFoodGallery
પિન્ક સોસ પાસ્તા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાસ્તા લો. પછી ઉકળતા પાણી માં મીઠું અને તેલ નાંખી પાસ્તા 80% બફાય એવા બાફી દો. પાસ્તા ને કાણા વાળા ટોપા માં કાઢી તેની ઉપર ઠંડુ પાણી રેડી રાખો. પછી બીજી સામગ્રી લો.ટામેટા ને ગરમ પાણી માં બ્લૅન્ચ કરી છાલ ઉતારી મિક્સર માં પ્યુરી કરી દો.
- 2
રેડ સોસ માટે :-
એક નોન સ્ટિક માં તેલ અને બટર લઇ ચોપ કરેલ લસણ સાંતળી ડુંગરી સાંતળી ટામેટા ની પ્યુરી નાંખી મીઠું, મરચું, મરી, ચીલી ફ્લેકેસ અને ઓરેગાનો નાંખી હલાવી કૅપસિકમ નાંખી થોડું પાણી રેડી ઉકળે પછી ગેસ બંધ કરી દો. - 3
વહાઈટ સોસ માટે :-
નોનસ્ટિક માં બટર લઇ મેંદો સાંતળી દૂધ નાંખી હલાવી મીઠું નાંખી છીણેલું ચીઝ નાંખી ગેસ બંધ કરી દો. - 4
હવે રેડ સોસ વાળા મિશ્રણ નો ગેસ ચાલુ કરી તેમાં બનાવેલ વહાઈટ સોસ નાંખી બાફેલા પાસ્તા નાંખી હલાવી ગરમ ગરમ સર્વ કરો. તો રેડી છે બાળકો ના ફેવરિટ પિન્ક સોસ પાસ્તા....
- 5
- 6
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15659877




















ટિપ્પણીઓ (2)