મુખવાસ (Mukhwas Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વરીયાળી અને તલ ને સાફ કરી લેવા. બંને જુદા જુદા વાસણ મા લઈ તેમાં જરુર મુજબ પાણી નાખી ને મીક્ષ કરી લેવું. પછી તેમા મીઠું સ્વાદ મુજબ અને હળદર નાખી ને ફરી મીક્ષ કરી ઢાંકી ને ચાર પાંચ કલાક મુકી દેવું.
- 2
હવે થાળી માં અલગ અલગ કાઢી સુકવવા માટે ઢાંકી ને મુકી દેવું.
- 3
વધારે પડતું સુકવવા નુ નથી. સહેજ ભીનું લાગે એવું હોય ત્યારે શેકવો તો સરસ વરીયાળી અને તલ શેકાશેફુલશે પણ.
- 4
વરીયાળી અને તલ શેકશો એટલે કલર બદલવા લાગશે અને તડતડ ફુટવા લાગશે એટલે સમજવુ કે મુખવાસ શેકાઈ ગયો છે. તો તૈયાર છે દેશી મુખવાસ.
- 5
આ મુખવાસ બધા ને ઘરે બનાતો જ હોય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15686227







ટિપ્પણીઓ