ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Margi Desai @margidesai
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ચણાનો લોટ લઈ એક વાટકો ચણા નો લોટ લઈ તેમા 3 વાટકા ખાટી છાશ લેવી અને ચણા નો લોટ ડોળી નાખવો તેમા કણી ના રે તે ધ્યાન રાખવું તેમા જરૂર મુજબ મીઠું, હળદર નાખવી
- 2
ત્યારબાદ ગેસ પર મુકવુ ગેસ ની આચ ધીમી રાખવી સતત એક બાજુ હલાવે રાખવુ લોટ થાળીમાં પાથરવા જેટલો ધટ થાય અને લોટ પાકી જાય એટલે થાળી ની બને બાજુ પાતળુ પડ પાથરી ઠરી જાય એટલે સીધા પટા પાડી રોલ વાળી લેવા
- 3
ત્યારબાદ રોલ ને થાળી માં મુકી ઉપર તેલ, રાઈ, હીંગ મુકી વધાર કરવો તેના પર લીલા મરચા ના કટકા ને કોથમીર મુકવી અને પછી સર્વ કરવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15724749






ટિપ્પણીઓ (4)