ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કથરોટમાં મેંદા ના લોટ લઈ તેમાં મીઠું તથા તેલનું મોણ નાખી બરાબર મસળી લેવો મુઠીપડતું તેલનું મોણ નાખો ત્યાર પછી જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લેવો લોટને એક કલાક માટે ઢાંકીને મૂકી દેવો
- 2
હવે સ્ટફિંગ બનાવવા માટે ચણાની દાળ અને મગની દાળને એક કલાક માટે પલાળી રાખવી ત્યાર પછી કૂકરમાં સીટી કરી તેને બાફી લેવી દાળ બાફવા માટે ઓછું પાણી નાખવું ત્યાર પછી એક લોયામાં 3- 4 ચમચી તેલ મૂકી તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખી સાંતળી લેવું ત્યાર પછી તેમાં બાફેલી દાળ નાખી મરચું મીઠું ધાણાજીરું હળદર ગરમ મસાલો નાખી મિક્સ કરી લેવું ઉપરથી કોથમીર નાખી દેવી ઘુઘરા માટે નું સ્ટફિંગ તૈયાર છે
- 3
હવે બાંધેલા લોટમાંથી નાની પૂરી વણી તેમાં વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી ઘૂઘરા નો સેપ આપી ઘુઘરા વાળી લેવા
- 4
આ રીતે બધા ઘુઘરા તૈયાર કરવા
- 5
લોયા માં તેલ ગરમ મૂકી મીડીયમ ગેસ રાખી બધા ઘૂઘરા તળી લેવા
- 6
એક પ્લેટમાં ઘૂઘરા લઈને તેમાં ઉપરથી ચટણી ડુંગળી અને સેવ નાખી સર્વ કરવું તૈયાર છે ચટપટા ઘૂઘરા
Keywords
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (6)