દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)

દાલ પાલક એ સાઉથ ઇન્ડિયાની બહુ ફેમસ વાનગી છે શિયાળામાં પાલક સરસ મળતી હોવાથી આ વાનગી ખાવાની ખૂબ જ મજા આવે છે આજે હું તમારી સાથે આ રેસિપી શેર કરી રહી છું
દાલ પાલક (Dal Palak Recipe In Gujarati)
દાલ પાલક એ સાઉથ ઇન્ડિયાની બહુ ફેમસ વાનગી છે શિયાળામાં પાલક સરસ મળતી હોવાથી આ વાનગી ખાવાની ખૂબ જ મજા આવે છે આજે હું તમારી સાથે આ રેસિપી શેર કરી રહી છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં પાણી ગરમ કરો અને પાણી ઉકળે એટલે તેમાં પાલક નાખી અને બે મિનિટ માટે ઉકળવા દો
- 2
પાલક બ્લાન્ચ થઈ જાય એટલે તેને બહાર કાઢી લો અને તેમાં બરફના ટુકડા નાખીને ઠંડુ થવા મૂકી દો
- 3
હવે એક બાજુ કુકરમા દાળ બાફવા મુકો અને ડુંગળી મરચાં લસણ અને ટામેટાંને ક્રશ કરી લો
- 4
હવે એક પેનમાં ઘી અને તેલ લઈ ગરમ થવા દો તેમાં રાઈ અને સુકા મરચા નો વઘાર કરીને તેમાં ડુંગળી ના મેળા નું મિશ્રણ ઉમેરો
- 5
હવે તેમાં બધા મસાલા ઉમેરીને તેને બરાબર તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દો જરૂર પડે તો થોડું પાણી ઉમેરો
- 6
ગ્રેવી કૂક થઈ જાય એટલે તેમાં બ્લાન્ચ કરેલી પાલક ઉમેરો અને બરાબર મસાલા મેળવી જાય ત્યાં સુધી કૂક થવા દો
- 7
હવે બાફેલી દાળ લો અને તેને આ મિશ્રણમાં ઉમેરો અને બરાબર મિક્સ કરી લો અને તેને પાંચ મિનિટ સુધી થવા દો
- 8
તો તૈયાર છે આપણી દાળ પાલક તેને તમે ગરમાગરમ જીરા રાઈસ અથવા પરાઠા સાથે સર્વ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ