સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

Bijal Thaker @bijalskitchen
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ની દાળ ને 6 કલાક પાણી માં પલાળી રાખો. પછી બધું પાણી નીતરી દહીં મિક્સર માં વાટી લો.
- 2
તેમાં દહીં મેળવીને 6 કલાક માટે રાખી મૂકવું.
- 3
હવે બરાબર ફીણી લો. તેમાં મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી લો. ખાવા નો સોડા ઉમેરી સરસ હલાવી લો.
- 4
ઢોકળીયા માં પાણી ઉકળવા મુકો. પ્લેટ માં ચણા ની દાળ નુ મિશ્રણ પાથરી 20 મિનિટ માટે બાફી લો.
- 5
બાફેલા ખમણ e હાથેથી ભાંગી ભૂકો કરી લો.
- 6
કઢાઈ માં તેલ મૂકી તેમાં રાઈ અને આદુ લસણની પેસ્ટ ઉમેરી. હવે ઝીણાં સમારેલાં લીલાં મરચાં ઉમેરી ખમણ નો ભુક્કો ઉમેરી મિક્સ કરી લો. ખાંડ અને લીંબુ નો રસ ઉમેરી દો.
- 7
પ્લેટ માં પાથરી ઉપર થી સેવ અને દાડમ ના દાણા ઉમેરી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15767628



ટિપ્પણીઓ