લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)

Unnati Desai @unns_cooking
લહસુની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને બરાબર ધોઈને 1/2 કલાક માટે પલાળી રાખો ત્યારબાદ તેને કુકરમાં લઈએ તેમાં મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી ૪ સીટી થવા દો.
- 2
કૂકર ઠંડું પડે ત્યાં સુધી આપણે તડકો કરી લઈશું. પાલક ને ઝીણી સમારી તેને મિક્સરમાં ક્રશ કરી પેસ્ટ કરી લો.
- 3
એક પેનમાં ઘી લઇ તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો તેમજ આદુ લસણની પેસ્ટ પણ ઉમેરો બધુ બરાબર cook થઈ જાય એટલે ટામેટા ઉમેરી તેને પણ સાતળી લો. તેમાં પાલકની પેસ્ટ, લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરી બરાબર કુક કરી લો.
- 4
કૂકર ઠંડું થઈ જાય એટલે ઢાંકણ ખોલી ખીચડી ને હલાવી લો તેમાં બનાવેલો તડકો ઉમેરી બરાબર મિક્સ કરી લો હવે ઉપરથી વઘાર કરવા માટે એક વઘારીયા માં ઘી લઇ તેમાં જીરું અને હિંગ ઉમેરી,જીરુ ફૂટે એટલે લસણ ઉમેરી એને સાતળી ખીચડી માં ઉમેરી મિક્સ કરી લો. ઉપરથી લીલુ લસણ ભભરાવી ગરમા ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15829485






ટિપ્પણીઓ (10)