ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)

Bhavisha Tanna Lakhani @cook_26428801
ભરેલા ભીંડા નું શાક (Bharela Bhinda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભીંડા ને સાફ કરી વચ્ચે કાપો પાડી સુધારી લેવા.બટાકા ને પણ સુધારી લેવા.
- 2
હવે ચણા ના લોટ માં શીંગદાણા નો ભૂકો ઉમેરવો. ત્યારબાદ રાઈ અને હિંગ સિવાય ના બધા મસાલા ઉમેરી મિક્સ કરવું.
- 3
હવે તેમાં ગોળ તેમજ લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી લેવું.
- 4
હવે આ મસાલા ને ભીંડા માં ભરી લેવો.
- 5
હવે એક કડાઈમાં પાણી ગરમ કરવા મૂકી તેમાં વાટકી રાખી તેના પર ચારણી મૂકી તેમાં ભરેલા ભીંડા તથા બટાકા મૂકી તેને વરાળ માં ૮-૧૦ મિનીટ જેટલા (બટાકા ચડી ન જાય ત્યાં સુધી)બાફી લેવા.
- 6
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરી તે તતડી જાય એટલે હિંગ ઉમેરવી.ત્યારબાદ તેમાં બાફેલા ભીંડા તથા બટાકા ઉમેરી સાંતળી લેવું.
- 7
ઉપરથી જરૂર મુજબ મસાલા તથા ગોળ ઉમેરી શકાય.
- 8
કોથમીર થી સજાવી ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15934598



ટિપ્પણીઓ