રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બેસન લઇ ચાળી લો.પછી તેમાં મીઠું તેલનું મોણ નાખી બરાબર હલાવી થોડું થોડું પાણી રેડી સેવ નો લોટ તૈયાર કરો. પાંચ મિનિટ તેને ઢાંકીને રહેવા દો.
- 2
કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. હવે લોટને બરાબર મસળી સેવ પાડવા સંચા ને તેલથી ગ્રીસ કરી એકદમ નાની જાળીને તેલ થી ગ્રીસ કરી સંચામાં મૂકી તેમાં તૈયાર કરેલો લોટ મૂકી સંચો બંધ કરી દો. હવે તેલ ગરમ થઇ ગયું છે તેમાં સંચા ની મદદથી રાઉન્ડમાં સેવ પાડી દો. એક સાઇડે થઈ જાય પછી તેને ફેરવી બંને સાઈડ થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો. આ સેવને બ્રાઉન કલરની કરવાની નથી. હવે નાયલોન સેવ તૈયાર છે.
- 3
હવે સેવને હાથથી ધીમે રહીને દબાવી તેને એક બાઉલમાં લઈ સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15973229




ટિપ્પણીઓ