સેન્ડવીચ ઇદડા (Sandwich Idada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અડદની દાળ,મેથી ના દાણા અને પૌઆ ને ચાર કલાક પલાળી દેવા.
- 2
પલાળેલા ચોખા અને દાળ ને 3/4 કપ પાણી સાથે અલગ અલગ ક્રશ કરી એક બાઉલ માં મિક્સ કરો.સ્વાદ અનુસાર મીઠું ઉમેરો જેથી આથો લાવવા ની પ્રોસેસ જલ્દી થશે
- 3
હવે ખીરા ને હાથ ની મદદ થી એક જ બાજુ એ હલાવો જેથી ખીરા માં હવા ભરાસે અને ખીરું હળવું થઈ જશે.ખીરું ને આથો લાવવા 5 થી 6 કલાક હુંફાળી જગીયા એ આથો લાવવા મૂકો.
- 4
ખીરા માં બીજી બધી વસ્તું ઉમેર શું ગરમ પાણી માં તેલ અને બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરો.જેથી ઈદડા સોફ્ટ થશે.
- 5
હવે ખીરા ને બે ભાગ માં વેહચી શું. નાના બાઉલ માં 3 ટેબલ સ્પૂન ગ્રીન ચટણી ઉમેરો.
- 6
સેન્ડવીચ ઈદડા ના લેયર સરખા બનવા સૌ પ્રથમ એક કપ સફેદ ખીરા ને લઇ ને હાઈ ગેસ પર 5મિનિટ ચઢવા દો.પછી એના પર1/2 કપ ગ્રીન ખીરા નું લેયર પાથરો.એને પણ 5 મિનિટ હાઈ ગેસ પર ચઢવા દો.એના પર ફરીથી સફેદ ખીરું 1કપ પાથરી 15મિનિટ ધીમા તાપે ચઢવા દો.
- 7
ઈદડા બની જાય પછી 10મિનિટ ઠરવા દો. કટકા કરો.એના પર રાઇ,તલ, મીઠા લીમડાના પાંદડાં થી વઘાર કરો. સોફ્ટ ઇદડા તૈયાર છે.
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ