પાલક પૌંઆ ના મુઠીયા (Palak Poha Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં બંને લોટ લઈ તેમાં મસાલા અને બે ચમચી તેલ નાખી બરાબર મસળી લો.
- 2
બીજા વાસણમાં પૌંઆ ને દહીં માં દસ મિનિટ માટે પલાળી રાખો.
- 3
હવે લોટ માં પલાળેલા પૌંઆ નાખી મિક્સ કરી લો.
- 4
પાલક ની પ્યુરી ઉમેરો અને મુઠીયા નો લોટ તૈયાર કરો.
- 5
હવે લોટ ના મુઠીયા વાળી તેને ઢોકળીયા મા ૧૫ થી ૨૦ મિનિટ માટે બફાવા દો.
- 6
મુઠીયા ને ઠંડા થાય પછી કટ કરી લો.
- 7
હવે વધાર માટે વાસણમાં તેલ ગરમ થાય એટલે રાઈ, હીંગ ઉમેરો. પછી તલ નાખી મિક્સ કરી લો. હવે તેમાં મુઠીયા ઉમેરો અને બરાબર હલાવી લો.
- 8
પાંચ મિનિટ માટે ધીમા ગેસ ઉપર રહેવા દો.
- 9
ગરમ ગરમ મુઠીયા ને કઢી સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16045741








ટિપ્પણીઓ (6)