સમોસા ચાટ શોટ્સ (Samosa chat shots)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#FFC6
#week6
#cookpadgujarati
#cookpadindia
#cookpad
ચાટ લગભગ નાના-મોટા બધા જ લોકોને પસંદ હોય છે. અલગ-અલગ ingredients માંથી ઘણા બધા વિવિધ પ્રકારના ચાટ બનાવી શકાય છે. દહીં પુરી ચાટ, પાપડી ચાટ, આલુ ચાટ, દિલ્હી ચાટ વગેરે ઘણા બધા ચાટ છે જેનાથી આપણે લોકો ઘણા પરિચિત છીએ.
મેં આજે સમોસા ચાટ બનાવ્યો છે. ચના મસાલા અને સમોસા વડે આ ચાટ બનાવવાથી તે ખુબ જ ટેસ્ટી બને છે. આ ઉપરાંત તેમાં ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી અને દહીં વગેરે ઉમેરવાથી તેના સ્વાદમાં ઓર વધારો થાય છે. મેં સમોસા ચાટને નાના ગ્લાસમાં એટલે કે શોટ્સ ગ્લાસમાં સર્વ કર્યો છે.

સમોસા ચાટ શોટ્સ (Samosa chat shots)

#FFC6
#week6
#cookpadgujarati
#cookpadindia
#cookpad
ચાટ લગભગ નાના-મોટા બધા જ લોકોને પસંદ હોય છે. અલગ-અલગ ingredients માંથી ઘણા બધા વિવિધ પ્રકારના ચાટ બનાવી શકાય છે. દહીં પુરી ચાટ, પાપડી ચાટ, આલુ ચાટ, દિલ્હી ચાટ વગેરે ઘણા બધા ચાટ છે જેનાથી આપણે લોકો ઘણા પરિચિત છીએ.
મેં આજે સમોસા ચાટ બનાવ્યો છે. ચના મસાલા અને સમોસા વડે આ ચાટ બનાવવાથી તે ખુબ જ ટેસ્ટી બને છે. આ ઉપરાંત તેમાં ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી અને દહીં વગેરે ઉમેરવાથી તેના સ્વાદમાં ઓર વધારો થાય છે. મેં સમોસા ચાટને નાના ગ્લાસમાં એટલે કે શોટ્સ ગ્લાસમાં સર્વ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 શોસ્ટ્સ માટે
  1. ચના મસાલા માટે:
  2. 1/2 કપસુકા કાબુલી ચણા
  3. 1/4 Tspહળદર
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 2 Tbspતેલ
  6. 1 Tspજીરુ
  7. 2 નંગતમાલપત્ર
  8. 1/4 કપસમારેલી ડુંગળી
  9. 1 Tspઆદુ મરચાની પેસ્ટ
  10. 1/4 કપસમારેલા ટામેટા
  11. 1/2 Tspહળદર
  12. 1 Tspલાલ મરચું પાવડર
  13. 1 Tspધાણાજીરૂ
  14. 1 Tspઆમચૂર પાવડર
  15. 1/2 Tspગરમ મસાલા
  16. સ્વાદ અનુસારમીઠું
  17. 1/4 કપસમારેલા લીલા ધાણા
  18. સમોસા ચાટ શોટ્સ માટે:
  19. 4-5 નંગસમોસા
  20. 1/2 કપપાણી નીતારેલું દહીં
  21. 1/4 કપખજૂર આમલીની ચટણી
  22. 1/4 કપલીલી ચટણી
  23. 1/2 કપઝીણી સેવ
  24. 1/4 કપઝીણી સમારેલી ડુંગળી
  25. 3 Tbspદાડમના દાણા

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૂકા કાબુલી ચણાને ચોખ્ખા પાણી થી ધોઈ ગરમ પાણીમાં ૫ થી ૬ કલાક માટે પલાળી રાખવાના છે આ ચણામાં હળદર અને મીઠું ઉમેરી કૂકરમાં છ-સાત વિસલ વગાડી બાફી લેવાના છે.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરુ અને તમાલપત્ર ઉમેરવાના છે.

  3. 3

    ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી અને આદુ મરચાની પેસ્ટ ઉમેરી બરાબર રીતે સાતળી લેવાનું છે.

  4. 4

    સમારેલા ટામેટા ઉમેરી બરાબર રીતે મિક્સ કરી ટમેટા થોડા નરમ થાય ત્યાં સુધી કુક થવા દેવાના છે.

  5. 5

    બધો જ મસાલો ઉમેરી બરાબર રીતે મિક્સ કરી ફરી બે મિનિટ માટે ઢાંકીને કુક થવા દેવાનું છે.

  6. 6

    હવે તેમાં બાફીને તૈયાર કરેલા કાબુલી ચણા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાના છે. બરાબર રીતે મિક્સ કરી ફરી બે મિનિટ માટે કુક થવા દેવાનું છે.

  7. 7

    હવે ગેસ ઓફ કરી સમારેલા લીલા ધાણા ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે જેથી સમોસા ચાટ માટે ચના મસાલા તૈયાર થઈ જશે.

  8. 8

    સમોસાના હાથ વડે થોડા ટુકડા કરી, મેસ કરી આ ચના મસાલામાં ઉમેરવાના છે અને બરાબર રીતે મિક્સ કરવાના છે.

  9. 9

    હવે શોટ્સ ગ્લાસમાં સૌપ્રથમ તૈયાર કરેલું ચણા મસાલા અને સમોસા નું મિશ્રણ ઉમેરવાનું છે. તેના પર દહીં, બંને પ્રકારની ચટણી અને તેના પર ઝીણી સેવ ઉમેરવાની છે. તેના પર ફરી થોડી ચટણી, દાડમના દાણા અને સમારેલી ડુંગળી થી ગાર્નીશ કરી સમોસાનો નાનો ટુકડો મૂકી સર્વ કરી શકાય.

  10. 10

    તો અહીંયા આપણા સમોસા ચાટ શોટ્સ સર્વ કરવા માટે તૈયાર છે.

  11. 11
  12. 12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes