સમોસા વિથ છોલે ચાટ (Samosa with Chhole Chat recipe in Gujarati) (Jain)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#FFC6
#week6
#Samosa_chat
#Chat
#Chhole
#kabulichana
#kacha_kela
#vatana
#CookpadIndia
#COOKPADGUJRATI
ભારતે વિવિધતામાં એકતા વાળો છે. જ્યાં જુદા જુદા પ્રાંતમાં જુદી-જુદી વાનગીઓ બનતી હોય છે. અને આ વાનગી ઓ નો બીજા પ્રાંતોમાં સરળતાથી સ્વીકાર થતો હોય છે. આવી જ ઉત્તર ભારતની એક વાનગી સમોસા વિથ છોલે ચાટ મોટાભાગના દરેક રાજ્યમાં ચાટ ના મેનુમાં સ્થાન પામેલ છે. કોઈ પણ પ્રકારની ચાટ એકદમ ચટાકેદાર વાનગી હોય છે. તેમાં વિવિધ પ્રકારની ચટણી, જુદા જુદા નમકીન, સલાડ અને ચાટ મસાલો ઉમેરી એકદમ ચપટી બનાવવામાં આવે છે. આ એક એવી વાનગી છે જે એક ડીશ ખાઈએ તો પણ પેટ ભરાઈ જાય છે અને જલ્દી થી ભૂખ લાગતી નથી.

સમોસા વિથ છોલે ચાટ (Samosa with Chhole Chat recipe in Gujarati) (Jain)

#FFC6
#week6
#Samosa_chat
#Chat
#Chhole
#kabulichana
#kacha_kela
#vatana
#CookpadIndia
#COOKPADGUJRATI
ભારતે વિવિધતામાં એકતા વાળો છે. જ્યાં જુદા જુદા પ્રાંતમાં જુદી-જુદી વાનગીઓ બનતી હોય છે. અને આ વાનગી ઓ નો બીજા પ્રાંતોમાં સરળતાથી સ્વીકાર થતો હોય છે. આવી જ ઉત્તર ભારતની એક વાનગી સમોસા વિથ છોલે ચાટ મોટાભાગના દરેક રાજ્યમાં ચાટ ના મેનુમાં સ્થાન પામેલ છે. કોઈ પણ પ્રકારની ચાટ એકદમ ચટાકેદાર વાનગી હોય છે. તેમાં વિવિધ પ્રકારની ચટણી, જુદા જુદા નમકીન, સલાડ અને ચાટ મસાલો ઉમેરી એકદમ ચપટી બનાવવામાં આવે છે. આ એક એવી વાનગી છે જે એક ડીશ ખાઈએ તો પણ પેટ ભરાઈ જાય છે અને જલ્દી થી ભૂખ લાગતી નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. સમોસા નું સ્ટફિંગ બનાવવા માટે:
  2. 2કાચા કેળા
  3. 1/2વટાણા
  4. 2 ચમચીતેલ
  5. ચપટીહિંગ
  6. 1/2 ટી સ્પૂનમરી, તજ, લવિંગ પાવડર
  7. 1/4 ટી સ્પૂનઆમચૂર પાવડર
  8. 1/4 ટી સ્પૂનલાલ મરચું પાવડર
  9. ચપટીહળદર
  10. 1/4 ટી સ્પૂનચાટ મસાલો
  11. 1/4 ટી સ્પૂનમીઠું
  12. 1 ચમચીઝીણા સમારેલા ફુદીના નાં પાન
  13. 1ચમચો સમારેલી કોથમીર
  14. સમોસા તળવા માટે તેલ
  15. બહાર નું પડ બનાવવા માટે:
  16. 250 ગ્રામમેંદો
  17. 1ચમચો ઘી
  18. ચપટીઅજમો
  19. મીઠું સ્વાદાનુસાર
  20. હૂંફાળું પાણી જરૂર મુજબ
  21. છોલે નો રગડો બનાવવા માટે:
  22. 1 કપબાફેલા કાબુલી ચણા
  23. 2 ચમચીતેલ
  24. ચપટીહિંગ
  25. પા ચમચી હળદર
  26. અડધી ચમચી લાલ મરચું પાવડર
  27. પા ચમચી સંચળ પાવડર
  28. પા ચમચી આમચૂર પાવડર
  29. પા ચમચી સુંઠ પાવડર
  30. અડધી ચમચી લાલ મરચું પાવડર
  31. અડધી ચમચી ધાણાજીરું પાવડર
  32. મીઠું સ્વાદાનુસાર
  33. 1લીલુ મરચું સમારેલુ
  34. 1ટમેટું ઝીણું સમારેલું
  35. સમોસા ચાટ બનાવવા માટે ની સામગ્રી:
  36. તૈયાર કરેલા સમોસા
  37. તૈયાર કરેલ રગડો
  38. મીઠી ચટણી અને તીખી ચટણી સ્વાદ અનુસાર
  39. 2 ચમચીકેચપ
  40. 2 ચમચીદાડમના દાણા
  41. પા કપ જીણું સમારેલું ટામેટું
  42. પા કપ ઝીણી સેવ
  43. પા કપ ઝીણી સમારેલી કોથમીર
  44. ચાટ મસાલો જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સમોસા બનાવવા માટે:
    સૌપ્રથમ કાચા કેળા અને વટાણાને બાફી લો અને કાચા કેળાની છાલ કાઢી તેને ઝીણા સમારી લો. એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં સ્ટફિંગ માટે નાં મસાલો ઉમેરી એક મિનિટ માટે સાંતળો પછી તેમાં કાચા કેળા અને વટાણા ઉમેરી આ મિશ્રણ ને ત્રણથી ચાર મિનિટ માટે શેકો હવે તેમાં ઝીણી સમારેલી કોથમીર અને ફુદીનો ઉમેરી બરાબર મિક્સ કરી લો અને ગેસ બંધ કરી દો.

  2. 2

    તૈયાર મિશ્રણ ને બાઉલમાં કાઢીને ઠંડું પડવા દો. સમોસાનું બહારનું પડ બનાવવા માટે મેંદાના લોટને ચાળી તેમાં મીઠું, અજમો અને ઘીનું મોણ ઉમેરી હુફાળા પાણીથી મધ્યમ નરમ કણક તૈયાર કરો. પછી તેમાંથી એક સરખા લૂઆ કરી, તેમાં થી મોટી પુરી વણી વચ્ચેથી કટ કરી ફોટા માં બતાવ્યા પ્રમાણે સમોસા મિશ્રણ ભરો.

  3. 3

    ફોટા માં બતાવ્યા પ્રમાણે સમોસા ને સીલ કરી દો આ રીતે બધા સમોસા તૈયાર કરીને ગરમ તેલ માં મધ્યમ તાપે ગોલ્ડન કલર ના ક્રિસ્પી થાય તે રીતે તળી લો.

  4. 4

    છોલે બનાવવા માટે:
    બાફેલા કાબુલી ચણા માંથી બે ચમચી જેટલા ચણા ને સ્મેશ કરી તેનો માવો કરી લો. એક કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં લીલા મરચાં, ટામેટુ ઉમેરી બેથી ત્રણ મિનિટ માટે સાંતળો પછી બધા જ કોરા મસાલા ઉમેરી એક મિનીટ માટે સાંતળી, બાફેલા ચણા ઉમેરી બે કપ જેટલું પાણી ઉમેરો અને તેને પાંચથી સાત મિનિટ માટે ઉકાળો.

  5. 5

    સમોસા વિથ છોલે ચાટ બનાવવા માટે:
    હવે એક સર્વિંગ ડીશમાં તૈયાર કરેલ છોલે નો રગડો લઈ તેમાં સમોસા નાં ટુકડા કરી ઉમેરો. હવે તેમાં તેના ઉપર બંને પ્રકારની ચટણી, ટોમેટો કેચઅપ, દાડમ ના દાણા, ચાટ મસાલો, સમારેલી કોથમીર અને ઝીણી સેવ ભભરાવો.

  6. 6

    તો તૈયાર છે એકદમ ચટાકેદાર મસાલી ડાયરો એવી સમોસા રીત છોલે ચાટ સર્વ કરવા માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (31)

Similar Recipes