પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)

#FFC6
પંચમેળ દાળ એ રાજસ્થાની રેસિપી છે. પાંચ પ્રકારની દાળ ભેગી કરીને બનતી આ દાળ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6
પંચમેળ દાળ એ રાજસ્થાની રેસિપી છે. પાંચ પ્રકારની દાળ ભેગી કરીને બનતી આ દાળ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ ને સાફ કરી બે કલાક પલાળી લો. ત્યારબાદ કુકર માં હળદર અને મીઠું ઉમેરી બાફી લો.
- 2
ડુંગળી, લસણ, મરચાં ને કટર માં બારીક કાપી લો. ટામેટાં ને પણ કટર માં કાપી લો.
- 3
એક વાસણ માં તેલ લઇ જીરા અને હિંગ નો વઘાર કરી ડુંગળી, લસણ, મરચાં સાંતળી લો. ત્યારબાદ ટામેટાં ઉમેરી સાંતળો.
- 4
બધું બરાબર સંતળાય એટલે બધા મસાલા ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ બાફેલી દાળ ઉમેરી હલાવી થવા દો. લીંબુ નો રસ ઉમેરી હલાવો. દાળ ને ઉકળવા દો.
- 5
એક વાસણમાં ઘી મૂકી ગરમ થાય એટલે જીરું, આખું લાલ મરચું, તમાલ પત્ર ઉમેરી વઘાર કરી લો. આ વઘારને તૈયાર દાળ પર રેડો. તૈયાર છે પંચમેળ દાળ.
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (3)