દહીં પાપડી ચાટ (Dahi Papdi Chaat Recipe In Gujarati)

#FFC8
ફૂડ ફેસ્ટિવલ
પાપડી ચાટ
દહીં પાપડી ચાટ (Dahi Papdi Chaat Recipe In Gujarati)
#FFC8
ફૂડ ફેસ્ટિવલ
પાપડી ચાટ
રાંધવાની સૂચનાઓ
- 1
એક થાળી માં મેંદો લો. એમાં મીઠું, જીરૂ અને ૪ ટેબલ સ્પૂન ઘી ઉમેરી લોટ ને બરાબર મસળી ને મિક્સ કરી લો. હવે થોડું થોડું પાણી ઉમેરી ને કઠણ લોટ બાંધી, દસ મિનિટ ઢાંકી ને રાખો.
- 2
હવે દસ મિનિટ પછી લોટ ને મસળી ને ચાર એક સરખા ભાગ કરી લો. એના ચાર મોટા રોટલા વણી લો. હવે એક રોટલા ઉપર મેંદા ની પેસ્ટ લગાવી ઉપર બીજો રોટલો મૂકી રોલ કરી લો. આ રીતે બીજા બે રોટલા ના રોલ કરી લો. હવે એક રોલ ના ચાકુ વડે બાર પીસ કાપી લો. આ રીતે બીજા રોલ ના પણ કરી લો.
- 3
- 4
હવે દરેક લુવા ને દબાવી ચપટા કરી નાની પૂરી વણી લો. પૂરી ઉપર પેસ્ટ લગાવી ફોલ્ડ કરી લો. હવે ફરીથી પેસ્ટ લગાવી ફોલ્ડ કરી ત્રિકોણ આકાર નું કરી, બે વાર વેલણ ફેરવી વણી લો. ગરમ તેલ માં ધીમા થી મધ્યમ તાપે તળી લો.
- 5
- 6
- 7
હવે એક સર્વિંગ પ્લેટ લો. ગળ્યા દહીં માં પૂરી ડીપ કરી પ્લેટ માં મૂકો. ઉપર બટાકા નાં નાના ટુકડા મૂકો. પકોડી મૂકી થોડું દહીં નાખો. ઉપર ચાટ મસાલો ચીલી ફ્લેક્સ અને જીરૂ ભભરાવો.
- 8
હવે લીલી ચટણી, કાંદો અને ગળી ચટણી નાખો. હવે સેવ અને કોથમીર ભભરાવો. થોડું દહીં ચાટ મસાલો અને ચીલી ફ્લેક્સ નાખી સર્વ કરો.
- 9
Keywords
Similar Recipes
More Recipes
























ટિપ્પણીઓ (21)