સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)

#RB2 સેવ ઉસળ વડોદરા ની સૌથી જાણીતી વાનગી છે .પીળા અથવા તો લીલાં કઠોળ ના વટાણા માંથી બનતી આ વાનગી સ્ટ્રીટ ફૂડ તારીખે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે .તેને પાંવ,બ્રેડ અને સેવ સાથે સર્વ કરાય છે.અહી મે સાવ અલગ રીત થી સેવ ઉસળ બનાવ્યું છે અને તેને શેકેલી બ્રેડ અને ગાંઠિયા સાથે સર્વ કર્યું છે...

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણા ને ગરમ પાણી માં ખાવાનો સોડા નાખી પલાળી દો...તેને 5 થી 6 કલાક પલાળો...યોગ્ય સમય થતાં પલાળેલા વટાણા નું પાણી કાઢી લઇ કુકર મા બાફી દો...
- 2
એક કડાઈ માં આપેલી માત્રા અનુસાર તેલ મૂકી તેમાં આદુ,મરચાં,લસણ ની પેસ્ટ સાંતળી લો,ત્યારબાદ તેમાં ટામેટા ને ડુંગળી ની કરેલી ગ્રેવી સાંતળી લઇ બધા જ મસાલા કરી દો અને લીંબુ નો રસ ઉમેરી દો.
- 3
હવે ગ્રેવી માં બફાઈ ગયેલા વટાણા ઉમેરી દો...તેમાં લીલી ચટણી અને આંબલી ખજૂર ની ચટણી ઉમેરી સર્વ કરો...
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ