ગરવાણું (Garvanu Recipe In Gujarati)
(અખાત્રીજ સ્પેશિયલ)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તપેલી માં પાણી અને ગોળ ઉમેરી ગરમ કરી લેવું. હવે એક કડાઇ માં ઘી ગરમ કરી તેમાં તજ-લવિંગ-મરી ઉમેરવા.પછી તેમાં વરીયાળી ઉમેરવી. પછી તેમાં ઘઉંનો લોટ ઉમેરી શેકી લેવો.
- 2
પછી તેમાં કાજુ-બદામ-પીસ્તા-મગજતરી-ખસખસ-કોપરા નું છીણ ઉમેરી શેકી લેવું
- 3
પછી તેમાં કેરી નું છીણ ઉમેરી શેકી લેવું. પછી તેમાં ગોળ વાળું ગરમ પાણી ગાળી ને ઉમેરી બરોબર મિક્સ કરી લેવું.
- 4
હવે તેમાં ઇલાયચી પાઉડર ઉમેરી રાબ જેવી થીકનેસ આવે પછી ગેસ બંધ કરી લેવો.
- 5
તો તૈયાર છે અખાત્રીજ સ્પેશિયલ ગરવાણું જે થોડી ઠંડી પડે પછી ઠાકોરજીને ધરાવવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16206048


















ટિપ્પણીઓ (27)