પનીર રાઇસ (Paneer Rice Recipe In Gujarati)

#RB12
આજે મને અને મારા પતિ દેવ ને ભાવતા પનીર રાઇસ બનાવી યા છે ખૂબ જ ટેસ્ટી બને છે
પનીર રાઇસ (Paneer Rice Recipe In Gujarati)
#RB12
આજે મને અને મારા પતિ દેવ ને ભાવતા પનીર રાઇસ બનાવી યા છે ખૂબ જ ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા,બટાકા અને લીલા વટાણા ને ધોઈ તેમાં મીઠું અને ઘી ઉમેરી કૂકર માં બે વિશલ લગાવી લો હવે બધા વેજીટેબલ ને લાબા કાપી લો લીલા મરચા અને લસણ ને વાટી લો પનીર ને પણ કટ કરી લો અને પનીર માં ટોમેટો સોસ, રેડ ચીલી સોસ,મીઠું, લાલ મરચું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 2
હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં પનીર ને તળી લો અને એક પ્લેટ માં કાઢી લો બાકી નું ઘી રહેતું તેમાં બીજું ઘી ઉમેરી ગરમ કરી જીરૂ અને તમાલ પત્ર ઉમેરો પછી તેમાં ડુંગળી અને લીલાં મરચાં લસણ ઉમેરો હવે તેમાં મીઠું ઉમેરી એક મિનિટ સાંતળો હવે તેમાં બધા વેજીટેબલ ઉમેરી બરાબર મિક્સ કરો અને એક મિનીટ સાંતળો
- 3
હવે મીઠું,ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો હવે બાફેલા ચોખા ને ઉમેરો અને મિક્સ કરો હવે તળેલું પનીર ઉમેરો પછી થોડું મીઠું ઓછું લાગે તો ઉમેરો અને ટોમેટો સોસ ઉમેરી મિક્સ કરવું
- 4
હવે આપડા પનીર રાઈસ તૈયાર છે સર્વ કરવા માટે તેને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ