કોરી ઢોકળી

Pina Mandaliya @cook_25713246
કોરી ઢોકળી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ નાખી પાણી ઉકાળો પાણી (થોડીક છાસ નાખી દો) ઉકળી જાય પછી તેમાં બધો મસાલો નાખી પછી ચણા નો (ચાળેલો) લોટ નાખો ને હલાવતા જાઓ
- 2
ગાંઠા ન પડે તેનું ધ્યાન રાખવું. પછી એક પ્લેટ માં તેલ વાળો હાથ કરી બેસન પાથરી દો ઠરે પછી એના મીડિયમ સાઈઝ ના ટુકડા કરો
- 3
હવે એક પેનમાં તેલ ગરમ કરો પછી તેમાં રાઈ જીરું તતડે પછી મીઠો લીમડો નાખી દો પછી તેમાં તીખા મરચા ના લાંબા ટુકડા નાખી બરાબર સાંતળી લેવા પછી તેમાં ઢોકળી ના ટુકડા નાખી બરાબર હલાવી લો
- 4
બસ ગરમા ગરમ ઢોકળી તૈયાર છે ઉપર ગાર્નિશ માટે ઝીણી કોથમીર છાંટી પ્લેટ માં સર્વ કરો બહુ સરસ લાગે છે એમાંય આ મોન્સુન સીઝન માં બહુ મજ્જા આવે છે તો ટ્રાય કરજો મને તો બહુ ભાવે છે આપકા પતા નહી 😊🤗😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16368267



ટિપ્પણીઓ (2)