ભુંગળા બટાકા

#RB3
ભુંગળા બટાકા 😋
નામ સાંભળતા જ બાળપણમાં સરી જવાયું, ભાવનગર મોસાળમાં બધા કઝીન ભેગા મળીને બહાર ખાવા જતાં, બધી આંગળીમાં ભુંગળા ભરાવી ખાતા😄... બસ આજની રેસીપી એ જ ભાવેણા વાળા માસીના ઘર-કઝીન અને બાળપણને નામ... 🙏

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટાંને કાંટાથી કાણા પાડી, થોડું મીઠું નાખી બાફી લેવા.
- 2
મિક્સરમાં પલ્સ મોડમાં લસણ, મરચું પાઉડર ફેરવી એમાં કોપરાનું છીણ અને મીઠું ઉમેરી ફરીથી એક વખત પલ્સ મોડમાં ફેરવવું એટલે સૂકી ચટણી બનશે.
- 3
એક બાઉલમાં ૩-૪ ચમચી તેલ લી એમા બનાવેલી ચટણી કાવો, ૧ ચમચી પાણી નાખવું જેથી મસાલો ભળી જાય પછી બાફીને છાલ છોલેલા બટાકા મિક્સ કરવા. શાક તૈયાર.
- 4
સર્વિંગ પ્લેટમાં ભુંગળા સાથે શાક ગોઠવી સર્વ કરવું, ઈચ્છા પડે તો કોથમીર અને કોપરાનું છીણ ભભરાવું અને મન ભરીને ખાવું 😄
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)