ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)

Krishna Mankad @Krishna_03
આજે મેં સુરતની પ્રખ્યાત વાનગી બનાવી છે, ત્યાં વસતા મારા માસી એ પ્રથમ વખત ખવડાવી હતી. અમને બધાને ભાવે છે, જેમાં પનીર અને ચીઝ હોવાથી બાળકોને પણ ભાવે એવી છે.
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
આજે મેં સુરતની પ્રખ્યાત વાનગી બનાવી છે, ત્યાં વસતા મારા માસી એ પ્રથમ વખત ખવડાવી હતી. અમને બધાને ભાવે છે, જેમાં પનીર અને ચીઝ હોવાથી બાળકોને પણ ભાવે એવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં બટર અને તેલ મૂકી, ગરમ થાય એટલે એમાં હીંગ જીરું નાખવા, તેમા આદુ-લસણ-મરચાની પેસ્ટ નાખી ડુંગળી- કેપ્સીકમ સાંતળવા.
- 2
ત્યારબાદ એમાં સમારેલા ટામેટાં તથા હળદર મરચું પાઉડર ઉમેરવા,તેલ છુટું પડે એટલે પનીર નાખવું, મેશ કરવું.
- 3
પછી તેમાં ચીઝ મીઠું અને પાવભાજી મસાલો ઉમેરવા અને લીંબુનો રસ ભેળવી દેવા અને કોથમીર છાંટી ગાર્નિશ કરવું.
- 4
ચીઝ પનીર ગોટાળો તૈયાર છે એને સર્વ કરવો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16391890

ટિપ્પણીઓ (14)