ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. બાઉલ ચણાનો લોટ
  2. 1 વાટકીદહીં
  3. 1 ચમચીઈનો
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧ ચમચીમીઠું
  6. ૧ચમચી ખાંડ
  7. પાણી જરૂર મુજબ
  8. વઘાર માટે
  9. ૨ચમચી તેલ
  10. ૨ ચમચીરાઈ
  11. તાજાં લીમડાના પાન
  12. કોથમીર સમારેલી
  13. લાલ અથવા લીલા મરચાં ની સ્લાઈસ
  14. ૧ ચમચીકોપરાનું ખમણ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાના લોટને એક બાઉલમાં લઈ લો હવે તેમાં મીઠું અને હળદર અને ખાંડ ઉમેરી દો અને પછી તેમાં દહીં ઉમેરી દો પછી જરૂર મુજબ પાણી ઉમેરી દો હવે આ તૈયાર થયેલા બેટરને 20 મિનિટ સુધી રહેવા દો

  2. 2

    હવે એક તપેલામાં પાણી ઉમેરી તેની ઉપર એક સ્ટેન્ડ મુકીને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દો

  3. 3

    હવે પાણી ગરમ થાય ત્યાં સુધીમાં બેટરમાં એક ચમચી મેળવી એકદમ સરસ ફિણી લો

  4. 4

    પછી એક થાળીમાં તેલ લગાવીને તેમાં આ તૈયાર કરેલ બેટર ઉમેરી દો અને તેને ગેસ ઉપર ગરમ કરવા મુકેલા તપેલામાં રાખી ને ૧૫ મિનિટ સુધી પકાવો

  5. 5

    પાકી બહાર કાઢી લો અને સહેજ ઠંડા થવા દો અને કોથમીર ટોપરાનું ખમણ ભભરાવી દો

  6. 6

    હવે એક વઘારીયામાં તેલ લઈ તેલને ગેસ ઉપર ગરમ કરવા મુકો ગરમ થાય તે એટલે એમાં મરચાની સ્લાઈસ ઉમેરી ગેસ બંધ કરી દો અને આ વઘારને ખમણ ઉપર ભભરાવી દો

  7. 7

    પછી તેને કિસ કરી લીલી ચટણી સાથે સર્વ કરો તૈયાર છે ગરમા ગરમ ખમણ ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

Similar Recipes