ખજૂર આંબલીની ચટણી

#RB11 ખજૂર આંબલી ની ચટણી આપણા ભારતીય fastfood ની જાન ગણવામાં આવે છે.પાણી પૂરી, ભેળ,કચોરી,સમોસા,દિલ્લી ચાટ,સેવ પૂરી,વગેરે કેટલી બધી ડિશો ચટણી વગર અધુરી છે.આજે આ ચટણી ખૂબ જ સરસ રીતે ને લાંબા સમય સુધી ફ્રીજર માં સાચવી શકાય એ રીતે બનાવી છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી ગરમ કરી તેમાં આપેલી માત્રા અનુસાર ખજૂર અને આંબલી પલાળી દો..30 મિનિટ સુધી તેને પલળવા દેવું...પાણી જેટલું વધુ ગરમ એટલી ઝડપથી ખજૂર ને આંબલી ઝડપથી સોફ્ટ થશે.
- 2
30 થી 40 મિનિટ પછી.પલળેલા ખજૂર ને આંબલી ને ચેક કરો કે કોઈ સિડ કે કચૂકા હોય તો કાઢી લઇ બરોબર ચોળી લો.હવે ખજૂર આંબલી ને મિક્ષર માં પીસી લો.તેની પેસ્ટ તૈયાર થાય તેને એક તપેલી માં કાઢી લો..
- 3
હવે પેસ્ટ માં યોગ્ય પ્રમાણ માં પાણી ઉમેરો...પાણી ઉમેરતા ધ્યાન રાખવું કે ચટણી બઉ પાતળી ન થાય.હવે તેમાં આપેલી મત્રાનુસાર ગોળ, મીઠું,મરચું,ધાણાજીરૂ ઉમેરો.ને ચટણી ને ઉકળવા મૂકી દો..
- 4
લગભગ 2 થી 3 મિનિટ સુધી સતત ઉકાળો...બે ઉભરા આવે એટલે ચટણી ગેસ પરથી ઉતારી લો અને હવે રૂમ temparature પર ઠંડી થવા દો.ચટણી સંપૂર્ણ ઠંડી પડે એટલે કાચ ની બરણી માં ભરી ફ્રાઝર માં મૂકી શકાય...6 મહિના સુધી સાચવી શકાય છે...
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ