સુખડી (Sukhdi Recipe In Gujarati)

#SFR
શ્રાવણ માસ એટલે તહેવારો નો માસ , પવિત્ર શ્રાવણ માસ માં અનેક તહેવારો આવે છે, જેમાં શીતળા સાતમ ના એક દિવસ પહેલા રાંધણ છઠ આવે છે, એ શીતળા સાતમ નો એક ભાગ છે જે દેવી શીતળા માં ને સમર્પિત ધાર્મિક તહેવાર છે,શીતળા સાતમ ના દિવસે ઠંડુ ખાવાનું અને ગેસ કે ચૂલો બંધ રાખવા નો હોવા થી,રાંધણ છઠ ના દિવસે સાતમ માટેની બધીજ રસોઈ બનાવી સાતમ ના દિવસે આરોગવામાં આવે છે,રાંધણ છઠ માં પૂરી થેપલા,કોરા શાક ,ઘેસ, સુખડી,વડા , ફૂલેર, અને બીજી અવનવી વાનગી ઓ બનાવવા માં આવે છે,
આજે મેં સાતમ માટે સોફ્ટ સુખડી બનાવી છે જે ટેસ્ટી સાથે હેલ્થી પણ છે.

રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં ઘી ગરમ કરી લોટ ને ધીમી આંચ પર શેકી લો,(લોટ ને શેકવામાં બિલકુલ ઉતાવળ ન કરવી) લોટ ને સતત હલાવતા જવું,5 થી 7 મિનિટ પછી લોટ નો કલર બ્રાઉન થાય અને બરાબર શેકાય એટલે ગેસ બન્ધ કરી લો,
- 2
હવે કડાઈ ને ગેસ પરથી નીચે ઉતારી સમારેલો ગોળ એડ કરી બરાબર હલાવતા જવું ઈલાયચી પાઉડર એડ કરી,ગોળ મિક્સ થાય ત્યાં સુધી હલાવી,ગ્રીસ કરેલી થાળી માં પાથરી, વાટકી થી દબાવી ડ્રાયફ્રૂટ્સ, થી સજાવી કટ કરી લઈ,1 કલાક પછી સર્વ કરવી,
તો રેડી છે સાતમ માટે ની રેસિપી સુખડી.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)