રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેળાની ધોઈ કોરા કરી લો. ત્યારબાદ તેની છાલ કાઢી એક બાઉલમાં પાણી અને થોડું મીઠું ઉમેરી તેમાં થોડી વાર માટે રહેવા દો. ત્યારબાદ તેને પાણીમાંથી કાઢી તેને કોરા કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય ત્યાં સુધી એક કાચુ કેળુ લઈ તેને થાળીમાં છીણી લો.તેલ ગરમ થાય એટલે કેળાની છીણને હાથથી તેલમાં છૂટું છૂટું ભભરાવી મીડીયમ તાપે તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. આ રીતે બધા કેળાની છીણ પાડીને તેને તળી લો.
- 3
હવે એક વઘારીયુ લો. વઘારીયામાં બે થી ત્રણ ચમચી તેલ લો. તેલ ગરમ થાય એટલે તેમાં શીંગદાણા,લીલા મરચાં અને મીઠા લીમડાના પાન ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દો ત્યારબાદ તેમાં હિંગ, તલ,લાલ મરચું, હળદર ઉમેરી બરાબર મિક્સ કરી તેને કેળાના ચેવડા માં ઉમેરી દો.
- 4
ત્યારબાદ તેમાં લીંબુના ફૂલનો પાઉડર, બુરુ ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. આપણો કાચા કેળાનો ચેવડો તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ