બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)

#SFR સાતમ ના દિવસે ઠંડા રોટલા ખાવાની મઝા લેવા બનાવ્યા.
બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)
#SFR સાતમ ના દિવસે ઠંડા રોટલા ખાવાની મઝા લેવા બનાવ્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
એક ગોયણા જેટલો લોટ લઈ તેમાં જોયતાં પ્રમાણ માં ધીરે ધીરે પાણી રાખી સોફ્ટ લોટ બાંધી બરાબર મસડવો.
- 2
અટામણ માટે બાજરી નો લોટ લઈ. આડણી ઉપર ધીમે ધીમે પોલા હાથે થાબડીને રોટલો વણવો.
- 3
હવે ધીમા તાપે તાવડીને ગરમ કરવા મૂકવી માટી ની તાવડીને પાણીના છાંટા નાખવા.પાણી તુરંત ઉડી જાય એટલે રોટલો શેકવા મૂકવો. એક તરફ સાધારણ રોટલો શેકાય એટલે બીજી તરફ ફેરવી લો.
- 4
બીજી તરફ ફેરવ્યા પછી પાણી વાળો હાથ કરી રોટલાની ઉપર પાણી ના છાંટા મારવા કે થોડું રોટલા ઉપર લગાવવું એટલે રોટલો થોડો થોડો નીચેથી ફૂલવા લાગશે.ફૂલે એટલે થોડું થોડુ હાથ થી દબાવી આખો ફુલવવો.
- 5
હવે ગેસને ફાસ્ટ કરી તાવડી હટાવી ચેપિયા ની મદદ થી રોટલા ની પહેલી સાઇડ ને ગેસ ઉપર રાખી રોટલી ની જેમ ફૂલાવવો.
- 6
રોટલો ફુલાવ્યા બાદ થાળી મા રાખી તેની ઉપર ગરમ ગરમ એક ચમચી ઘી ચોપડો. જો બીજા દિવસે ઠંડો ખાવો હોય તો આ ગરમ ગરમ ઘી ઉપર થોડો ચાટ મસાલો છાંટીને રોટલાને ડબ્બામાં રાખો.આમજ બીજા લોટ ના રોટલા બનાવી બીજે દિવસે મોજ થી લચકા મગ સાથે ખાઓ...
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ