સ્પીનચ એન્ડ રિકોટા સ્ટફડ પાસ્તા (Spinach Ricotta Stuffed Pasta Recipe In Gujarati)

#ATW3 #Thechefstory આ પાસ્તા પનીર પાલક ને સ્ટફડ કરીને રેડસોસ મા બનાવેલ છે ,શંખ આકારના પાસ્તા ના ઉપયોગ થી ખૂબ યમી વાનગી છે, આ વાનગી સ્ટાટર તરીકે પણ લઈ શકાય
સ્પીનચ એન્ડ રિકોટા સ્ટફડ પાસ્તા (Spinach Ricotta Stuffed Pasta Recipe In Gujarati)
#ATW3 #Thechefstory આ પાસ્તા પનીર પાલક ને સ્ટફડ કરીને રેડસોસ મા બનાવેલ છે ,શંખ આકારના પાસ્તા ના ઉપયોગ થી ખૂબ યમી વાનગી છે, આ વાનગી સ્ટાટર તરીકે પણ લઈ શકાય
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમા પાણી લો, એક ચમચી ઓલિવ ઓઇલ લો મીઠું ઉમેરો પાસ્તા બાફી લો, નરમ અને ચઢેલા લાગે પછી ઠંડા પાડો ત્યારબાદ છાળણીમા કાઢીને એક ચમચી ઓલીવ ઓઇલ નાખીને બરાબર છુટા પાડી લો, પાલક, પાસલે,સેલેરી ના પાન ને ઝીણા સમારી લો
- 2
એક પેનમા એક ચમચી ઓલીવ ઓઈલ લઈ ને લસણને ક્રશ કરીને ઉમેરો થોડુ પીંક થાય એટલે ચીલી ફ્લેક્સ ઉમેરો પાલક ઉમેરો બરાબર ચઢાવી લો
- 3
ત્યારબાદ એક બાઉલમા મલાઇ પનીર લો,
4 ચમચી મિક્સ હર્બ ઉમેરો, પાસલી,સેલેરી ઉમેરો, તૈયાર કરેલ પાલક ઉમેરો, 1 ચીઝ ક્યૂબ છીણી લો, મીઠું ઉમેરો પછી આ બધુ મિક્સ કરો,
એક બાઉલમા ટોમેટો કૈચપ, પીઝા પાસ્તા સોસ, માયોનીઝ,લીકવીડ ચીઝ,મિક્સ હર્બ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરીને રેડ સોસ તૈયાર કરો - 4
એક કાચના બાઉલ મા આ રેડ સોસ પાઠરી લો, પછી તૈયાર કરેલ સ્ટફીગ પાસ્તા મા બરાબર ભરો અને બાઉલમા સમાંતર મુકતા જાવ, ઉપરથી ચીઝ ક્યૂબ છીણી લો, હવે માઇક્રોવેવ ને કનવરસન મોડ 220°c ઉપર 2 મિનિટ ઉપર રીહીટ થવા દો, પછી આ બાઉલ ને ઢાંકી ને કનવરસન મોડ ઉપર 220° c ઉપર 2 મિનિટ થવા દો,
- 5
તૈયાર છે પાસ્તા ઉપરથી પાસલે ઉમેરો ગરમા ગરમ સર્વ કરો
ખાસ નોંધ:- રિકોટા ચીઝ નો ઉપયોગ કરવો પણ ન મળે તો મલાઇ પનીર ઉપયોગ મા લઈ શકાય છે.
Keywords
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ (2)