પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં તેલ તથા ઘી મૂકી ખડા મસાલા ઉમેરો સાંતળી લો
- 2
હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો આદુ-મરચા-લસણ ઉમેરો બરાબર સાંતળી લો
- 3
ડુંગળી બરાબર સંતળાઈ જાય એટલે તેમાં છીણેલા ટામેટા ઉમેરો બરાબર હલાવી તેલ છૂટું પડે ત્યાં સુધી ટામેટાને સાંતળો હવે તેમાં એક ચમચી બેસન ઉમેરો તથા બધા સુકા મસાલા ઉમેરો થોડું પાણી ઉમેરી મસાલા બરાબર સાંતળી લો
- 4
હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ત્રણ થી ચાર મિનિટ સુધી થવા દો હવે તેમાં મલાઈ કસૂરી મેથી તથા ગરમ મસાલો ઉમેરી હલાવી દો તેમાં છીણેલું પનીર ઉમેરો એક થી બે મિનિટ સુધી થવા દો છેલ્લે તેમાં લીલા ધાણા ઉમેરો તો તૈયાર છે પનીર ભુરજી તેને ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16514256









ટિપ્પણીઓ (2)