ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#
રાંધવાની સૂચનાઓ
- 1
મરચા ધોઈ ને લૂછી તેના વચ્ચે કાપો કરી બી કાઢી લેવા.
- 2
ગેસ પર એક પેન મૂકી તેમાં ગોળ નાખી પીગળે એટલે ખમણ નો ભૂકો કરી તેમાં ઉમેરી થોડી વાર હલાવી બધું બરાબર મિક્સર કરવું. કોઈપણ જાતના મસાલા ની જરૂર પડશે નહિ. કેમકે ખમણ માં મસાલા આવી જ જાય છે.
- 3
તૈયાર થયેલ મસાલા ને ઠંડુ થવા દો. મરચા ની વચ્ચે કાપો કર્યો હતો તે માં મસાલો ભરી દો.
- 4
બેસન માં મીઠું, હળદરને ચપટી હિંગ નાખી ભજીયા નું ખીરું તૈયાર કરવું. પેન માં તેલ મૂકી ને બધા તૈયાર કરેલા મરચા ને ખીરા માં બોળી ને તળી લેવા.
- 5
તૈયાર છે ગરમા ગરમ મરચા ના ભજીયા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16514525








ટિપ્પણીઓ (4)