નારિયેળ ચટણી (Nariyal Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
નારિયેળની પતલી સ્લાઈસ કટ કરી લેવી અને મિક્સર જારમાં લઈ લેવું.
- 2
ત્યારબાદ તેમાં આઠથી દસ લસણની કળી ઉમેરવી એક નાનો ટુકડો આદુ ઉમેરવું અને બે મીડિયમ સાઇઝના લીલું મરચું ઉમેરવું ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને જીરું ઉમેરવું.
- 3
ત્યારબાદ આ મિશ્રણને થોડું પાણી ઉમેરી બારીક ક્રશ કરી લેવું અને આ મિશ્રણને એક બોલમાં નીકાળી લેવું.
- 4
ત્યારબાદ બે ચમચી તેલ લઈ તેમાં 1/2 ચમચી રાઈ અને 1/2 ચમચી જીરૂ નાખવું અને તેમાં એક ચમચી અડદની દાળ ઉમેરવી અને આ તડકાને ચટણી ના બોલમાં ઉમેરી બરાબર મિક્સ કરી લેવું બસ તૈયાર છે સિમ્પલ અને ટેસ્ટી નારિયેળની ચટણી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16586382









ટિપ્પણીઓ