નાયલોન પૌવા નો ચેવડો (Nylon Pauva Chevdo Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪૦૦ ગ્રામ
  1. ૨૫૦ ગ્રામ નાયલોન પૌવા
  2. ૧/૨ કપશીંગ દાણા
  3. ૧/૨ કપદાળિયા ની દાળ
  4. ૩ ટી સ્પૂનટોપરાની કતરણ
  5. લીલા મરચાં ઝીણાં સમારેલાં
  6. ૧૫-૨૦ પાન મીઠો લીમડો સમારેલો
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૨ ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  9. ૧/૨ ટી સ્પૂનસંચળ પાવડર
  10. ૧ ટી સ્પૂનઆમચૂર પાવડર
  11. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  12. ૧ ટી સ્પૂનહળદર
  13. વઘાર માટે
  14. ૫ ટેબલ સ્પૂનતેલ
  15. ૧/૨ ટી સ્પૂનરાઈ
  16. ૧ ટી સ્પૂનવરિયાળી
  17. ૧ ટી સ્પૂનતલ
  18. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પૌવા ને ચાળી ને ધીમા તાપે કોરા શેકી લો.ત્યાર બાદ ફરી ચાળી લો.

  2. 2

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં રાઈ,તલ,વરિયાળી અને હિંગ નો વઘાર કરો.હવે તેમાં સમારેલો લીમડો અને મરચાં નાખો.ત્યાર બાદ તેમાં ટોપરાની કતરણ,શીંગ દાણા અને દાળિયા ની દાળ નાખો.તેને ગુલાબી થાય ત્યાં સુધી ધીમા તાપે સાંતળો.હળદર તેમાં ઉમેરો.

  3. 3

    મસાલો બનાવવા માટે એક પ્લેટ મા મીઠું,લાલ મરચું,ગરમ મસાલો,આમચૂર પાવડર,ખાંડ અને સંચળ પાવડર બધું બરાબર મિક્સ કરી ને મસાલો તૈયાર કરી લો.

  4. 4

    હવે બધું મિશ્રણ શેકાય એટલે તેમાં શેકેલા પૌવા ઉમેરો.ત્યાર બાદ મિક્સ કરેલો મસાલો નાખી ને બધું બરાબર હલાવી લો.ધીમા તાપે પાંચ મિનિટ માટે રાખ્યા બાદ નીચે ઉતારી ઠંડો કરી ને એર ટાઇટ કન્ટેનર મા ભરી લો.

  5. 5

    તો તૈયાર છે ટેસ્ટી અને ફટાફટ બનતો એવો નાયલોન પૌવા નો ચેવડો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes