ટાકોઝ (Tacos Recipe In Gujarati)

દિવાળી ટ્રીટ્સ 🥳🤩🎉🎉
#DTR
ટ્રેડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબર 🥮🧁🧋🥙
#TRO
આજનાં ફાસ્ટ ફૂડ અને પેકેજીંગ ફૂડ ના યુગ માં એક વસ્તુ મે જોઈ અનુભવી કે દરેકને રસોઈ નો શોખ નથી હોતો ,રસોઈ એક કળા, આવડત, સુઝ બુઝ આવરી લેતો શોખ છે. કુકિંગ મારો શોખ તો છે જ ... પરંતુ તે ઉપરાંત હું તેના સ્વાસ્થ્ય લાભોને વિશેષ મહત્વ આપું છું..રસોઈ દ્વારા અન્ય સંસ્કૃતિનું આદાન- પ્રદાન થાય છે.. જે તમારી ક્ષીતિજ ને વિસ્તરે છે અને આપણે આપણાં રસોડામાં આરામથી સમગ્ર વિશ્વ નો આનંદ - સ્વાદ માણી શકીએ છીએ. કૂકિંગ દ્વારા હું મારી પરંપરા જાળવી રાખવા માંગુ છું જે પેઢી દર પેઢી જળવાવી જરૂરી છે..અમુક સુગંધ,સ્વાદ, પધ્ધતિ દ્વારા આપણે આપણી ગમતી વ્યક્તિ ને યાદોમાં રાખી શકીએ છીએ.. રસોઈ બનાવવી એ મારા માટે ખરેખર આનંદદાયક અને આરામદાયક શોખ છે.. જે આપ સહુ અને મારા દીકરાને કારણે વધુ વિસ્તરી રહ્યો છે.. એવી એક આશા છે કે મારો આ શોખ આદિત્ય ની જેમ પ્રકાશમય રહે....
ટાકોઝ આમ તો મેક્સિકન ફૂડ છે ,,,પણ આપણે આપણા ટેસ્ટ મુજબ ફેરફાર કરી વધુ હેલ્થી ટેસ્ટી બનાવી શકાય છે ,રોટલી પૂરી પરાઠા થેપલા કઈ પણ વધ્યું હોય કે કઈ કોરા શાક કઠોળ સલાડ વધી પડે તો આવી વાનગી બનાવી પીરસી અન્નનો બગાડ અટકાવી કૈક નવીન બનાવ્યાનો આનંદ લઇ શકાય છે .
જુલીબેન.કે.દવે.🙂🙏🏻

રાંધવાની સૂચનાઓ
- 1
બંને લોટ લઇ મીઠું નાખી લોટ બાંધી 10 મીનીટ રાખવો.
ડુંગળી,ટામેટાઝીણા સમારવા.કેપ્સીકમ,કોબીજ પાતળી લાંબી સમારવી.
પેન મા તેલ ગરમ કરી ડુંગળી,ટામેટા ચડી જવા દઇ મસાલો નાખીબટેટાનો માવો અને રાજમા નાખી હલાવી મિશ્રણ તૈય્યાર કરી લેવું - 2
લોટ માથી લુઆ કરી પૂરી બનાવવી ગરમ તેલ મા તલી ગરમ ગરમ વેલણ પર દબાવવી જેથી ટાકોઝ નો આકાર આવી જાય.
ટાકોઝ મા કોબીજ મુકી બીન્સ નો મસાલો મુકી કેપ્સીકમ મુકી ચીઝ છીણી ઉમેરવું
ગરમાગરમ કે ઠન્ડુ સર્વ કરવુ.બન્ને સારા લાગે છે,
જુદી જુદી ચટણીઓ પણ ઉમેરી શકાય છે,સ્ટફિંગ પણ મનપસંદ કરી શકાય છે,
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ